રીપોર્ટ@ક્રિકેટ: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની એક તસ્વીરે હંગામો મચાવ્યો, ફેન્સ પર તાક્યુ નિશાન

IPL 2023 માં મંગળવારે ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર જીત મેળવી હતી
 
રીપોર્ટ@ક્રિકેટ: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની એક તસ્વીરે હંગામો મચાવ્યો, ફેન્સ પર તાક્યુ નિશાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ટોસ હારીને હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ લક્ષ્‍ય બચાવતા 15 રનથી જીત મેળવીને સિઝનમાં હોમ ગ્રાઉન્ડમાં વિજય સાથે વિદાય મેળવી હતી. આમ હવે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેમ્પિયન બનવાનો જંગ જબરદસ્ત જામશે.

પરંતુ રવિન્દ્ર જાડેજાને લઈ વધુ એક ચર્ચા વિવાદ બનવા જઈ રહી છે. આ વખતે ચેન્નાઈના ફેન્સ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. જાડેજાએ ક્વોલિફાયર મેચમાં જીત બાદ એક તસ્વીર શેર કરી છે. જેની કેપ્શન ચેન્નાઈના ચાહકો સામે ટોણો માર્યો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. કેપ્શનના ઈમોજી ને ભલે હસતા બતાવ્યા પરંતુ એની પાછળ નારાજગીની ચર્ચા થઈ રહી છે.જાડેજાને લઈ હવે આ મામલે ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થવા લાગી છે. જાડેજાએ મંગળવારે જોકે ગુજરાત સામેની મહત્વની મેચમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સ્ટાર ઓલરાઉન્ડરે બોલિંગ અને બેટિંગ બંને વિભાગમાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. જાડેજાએ બેટિંગ કરતા 22 રન નોંધાવ્યા હતા. જ્યારે બોલિંગ કરતા 4 ઓવરના સ્પેલમાં તેણે 18 રન જ ગુમાવ્યા હતા અને 2 વિકેટ પોતાના નામે કરી હતી. આમ તેનો ઓલરાઉન્ડ દેખાવ ચેપોકમાં મંગળવારે શાનદાર રહ્યો હતો. તેના આ પ્રદર્શનને લઈ સૌથી મૂલ્યવાન ખેલાડીના રુપનો એવોર્ડ પણ મેચ બાદ આપવામાં આવ્યો હતો.

તસ્વીર શેર કરતા જ મચ્યો હંગામો

CSK ના મહત્વના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ મેચ બાદ પોતાને મળેલા એવોર્ડની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર સુધીતો બધુ ઠીક હતુ પરંતુ બે સ્માઈલી ઈમોજી સાથેની લખેલી કેપ્શન સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેને ચેન્નાઈના ફેન્સ સામે ટોણો હોવાનુ માની રહ્યા છે. એટલે કે ફેન્સ પર જ નિશાન તાક્યુ હોવાનુ માનવા લાગ્યા છે. જાડેજાએ કેપ્શનમાં સ્પોન્સર કંપનીનુ નામને લઈ લખ્યુ હતુ કે, જાણે છે કે, સૌથી મૂલ્યવાન ખેલાડી છે તે.. પરંતુ કેટલાક ફેન્સ નહીં.

જાડેજાની આ કેપ્શન પર ચેન્નાઈના ચાહકો ભડક્યા હોય એવી સ્થિતી છે. કેટલાક તો એમ જ માને છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સના પર એટેક હોવાની નજર જોવા લાગ્યા હતા. જાડેજાએ સિઝનમાં કહ્યુ હતુ કે, જ્યારે પણ તે બેટિંગ માટે આવે એટલે ચેન્નાઈના ફેન્સ તેના આઉટ થવાની પ્રાર્થનાઓ કરતા હોય છે. જાડેજા આ વાતથી નાખુશ જણાતો હતો કે, તેમની જ ટીમના ચાહકો તેને સમર્થન નથી કરી રહ્યા. જાડેજા બાદ ધોની બેટિંગ માટે મેદાને એ માટે જ ફેન્સ તેના પરત ફરવાની પ્રાર્થના કરતા હોવાની ચર્ચા હતી

ધોની સાથે પણ વિવાદની ચર્ચા

આ દરમિયાન એક ચર્ચા એવી પણ કેટલાક દીવસથી ચાલી રહી છે કે, રવિન્દ્ર જાડેજા અને ધોની વચ્ચે અણબન થઈ રહી છે. દિલ્હી સામે જીત બાદ ધોની અને જાડેજા વચ્ચે ચકમકની ચર્ચા એક વિડીયો વાયરલ થતા થવા લાગી હતી. એ વિડીયોમાં જાડેજા થોડો નાખુશ જોવા મળી રહ્યો હતો અને આગળના દિવસે તેણે સોશિયલ મીડિયામાં લખ્યુ હતુ કે, કર્મનુ ફળ મોડા-વહેલુ મળશે જરુર. ચેપોકમાં મંગળવારે જીત બાદ પણ જાડેજાએ ચેન્નાઈની ફેન્ચાઈઝીના CEO કાશી વિશ્વનાથન સાથે વાતચીત કરી હતી. જેમાં પણ જાડેજા નાખુશ જોવા મળી રહ્યો હતો.ચેન્નાઈ સુપર કિંગ્સે 172 રનના સ્કોરને સુરક્ષીત રાખીને જીત મેળવી હતી. ધોનીની જબરદસ્ત કેપ્ટનશિપને લઈ ચેન્નાઈને જીત મળી હતી. સિઝનમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ગુજરાત ટાઈટન્સ ટીમને લક્ષ્‍યથી 15 રન પહેલા જ સમેટી લઈને જીત મેળવી હતી