રીપોર્ટ@ક્રિકેટ: IPL-2023 હૈદરાબાદ સામે જીત મેળવીને મુંબઈની ટીમ ચોથા ક્રમે પહોંચી,પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ

31 માર્ચથી શરુ થયેલી આઈપીએલની 16ની સિઝનની લીગ સ્ટેજની મેચો આજે પૂરી થઈ છે. 
 
ipl

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 છેલ્લા 51 દિવસમાં દેશના 12 વેન્યૂ પર કુલ 70થી વધારે મેચો રમાઈ હતી. આ 70 મેચમાં ઘણી રોમાંચક ક્ષણો જોવા મળી હતી. બેંગ્લોર અને ગુજરાત વચ્ચેની અંતિમ મેચની મદદથી આજે પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

69મી મેચમાં હૈદરાબાદ સામે જીત મેળવીને મુંબઈની ટીમ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી હતી. 70મી મેચમાં ગુજરાત સામે બેંગ્લોરની ટીમે પ્લેઓફમાં પહોંચવા મેચ જીતવી જરુરી હતી.

ગુજરાત સામે હાર થતા બેંગ્લોરની ટીમ પ્લેેઓફની રેસમાંથી બહાર થઈ છે. અને પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ બની છે. હવે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે કવોલિફાયર 1 અને લખનઉ અને મુંબઈ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.

પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ

  • 23 મે – ગુજરાત ટાઈટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ
  • 24 મે- લખનઉ સુપર જાયન્ટ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ

આઈપીએલ 2023ની પ્લે-ઓફ મેચના વેન્યૂ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહિના પહેલા 21 એપ્રિલના રોજ IPL 2023 ના પ્લેઓફ અને ફાઈનલ મેચના સમગ્ર શેડ્યૂલ અને સ્થળની વિગતો જાહેર કરી હતી. પ્લેઓફ અને ફાઈનલ 23 મે થી 28 મે, 2023ની વચ્ચે ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ 23 અને 24 મેના રોજ ક્વોલિફાયર 1 અને એલિમિનેટરનું આયોજન કરશે. અમદાવાદમાં અનુક્રમે 26 અને 28 મેના રોજ ક્વોલિફાયર 2 અને IPL 2023ની ફાઈનલનું આયોજન કરશે.

132,000 દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બીજીવાર IPL ફાઇનલનું આયોજન થશે. 2022ની સીઝનમાં આજ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જ્યારે 2022માં ફાઈનલ મેચ પહેલા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર 2ની મેચ રમાઈ હતી.બીજી બાજુ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 2019 પછી પ્રથમ વખત IPL પ્લેઓફ રમતનું આયોજન કરવામાં આવશે. ચેપોક સ્ટેડિયમમાં આઈપીએલ પ્લેઓફની પાંચ મેચોની રમાઈ છે. જેમાં 2011 અને 2012ની સિઝનની બે ફાઈનલ મેચનો પણ સમાવેશ થાય છે .

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો