રમત-ગમત@દેશ: IPL 2o23 ક્રિકેટર રોહિત શર્માને ખોટો OUT અપાયો?

IPL 2o23 માં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર થઈ હતી.
 
IPL-2019: KKRની શાનદાર જીત, રોહિત શર્માને કેટલો ભરવો પડશે દંડ જાણો પુરી માહિતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આ મેચને સૂર્યકુમાર યાદવની રમતે એક તરફી બનાવી દઈને જીત અપાવી હતી. રોહિત શર્મા અને ઈશાન કિશનને ટીમને સારી શરુઆત અપાવવા માટે પ્રયાસ કર્યો હતો, જોકે હિટમેનને લેગબિફોર જાહેર કરવામાં આવ્યો હતો.

હિટમેનની વિકેટ મુંબઈ ઈન્ડિયન્સે ઝડપથી ગુમાવી હતી અને તે મોટો ઝટકો હતો. વાનિન્દુ હસરંગાની ઓવરમાં રોહિત શર્મા LBW જાહેર થયો હતો. આ નિર્ણય DRS દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે તેને આઉટ આપવાને લઈ હવે સવાલો ઉઠવા લાગ્યા છે.

બેંગ્લોરે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 199 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 4 વિકેટ ગુમાવીને 17મી ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. સૂર્યકુમાર અને નેહર વઢેરાએ શાનદાર ઈનીંગ રમી હતી. સૂર્યાએ આતશી બેટિંગ કરીને વાનખેડેનો માહોલ જબરદસ્ત બનાવી દીધો હતો.

રોહિત શર્માને ખોટો OUT અપાયો?

પાંચમી ઓવરમાં ઈશાન કિશનને વાનિન્દુ હસરંગાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. બેકફુટ પર જઈને રમવાના પ્રયાસમાં તેણે ગુગલી બોલને કટ કરવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી દીધી હતી. તે વિકેટકીપરના હાથમાં કેચ ઝડપાયો હતો. જ્યારે ઓવરના અંતિમ બોલ પર રોહિત શર્મા લેગબિફોર જાહેર થયો હતો. સીધા બોલને રોહિત શર્માએ બેટથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ પેડને અથડાયો હતો. જેને લઈ તુરત જ હસારંગાએ અપિલ કરી દીધી હતી અને જેને ફિલ્ડ અંપાયરે નકારી દીધી હતી. જોકે ફાફ ડુપ્લીસેએ તુરત જ DRS માટે ઈશારો કરી દીધો હતો. ટીવી અંપાયરે રિવ્યૂ કર્યા બાદ રોહિત શર્માને આઉટ જાહેર કર્યો હતો.નિર્ણય જાહેર થતા જ રોહિત ગુસ્સે ભરાયેલો હતો અને તેના બોડી લેંગ્વેજ પર સ્પષ્ટ રોષ જણાતો હતો. તે 8 બોલનો સામનો કરીને 7 રન નોંધાવી પરત ફર્યો હતો. રોહિત શર્મા ક્રિઝથી ખૂબ જ બહાર ઉભો હતો અને રિવ્યૂમાં માત્ર ટીવી અંપાયરે બોલ બેટને સ્પર્શ કર્યો છે કે નહીં અને બોલ સ્ટંપ હિટ કરે છે કે નહીં એ જ ચેક કર્યુ. આ જોઈને તેને આઉટ જાહેર કરી દેવામાં આવ્યો હતો. મોહમ્મદ કેફે રોહિત શર્માની વિકેટને લઈને સિધુ નિશાન તાક્યુ હતુ. તેણે તો સોશિયલ મીડિયા પર પૂછ્યુ હતુ કે, હેલો DRS આ થોડુ વધારે નથી થઈ ગયુ? કેવી રીતે LBW થઈ શકે છે?IPL રુલ બુક મુજબ રોહિત શર્માના આઉટના નિર્ણયને જોવામાં આવે તો કહાની આઉટની ખોટી હોઈ શકે છે. રુલ બુક મુજબ બેટર વિકેટથી 3 મીટર દૂર રહીને બોલને રમે છે અને પગ પર બોલ વાગે છે તો તે લેગબિફોર થઈ શકતો. 3 મીટર કે તેથી વધારેનુ અંતર હોવાના સમયે તે આઉટ થઈ શકતો નથી. રોહિત શર્માના નિર્ણયમાં આ જ બાબતને લઈ વિવાદ સર્જાયો છે.