રમત-ગમત@દેશ: પાકિસ્તાનની ટીમ આઇસીસી ODI રેન્કિંગમાં પહેલા નંબર પરથી સરકીને ત્રીજા નંબર પર આવી

પાકિસ્તાન માટે ફરી એકવાર મજાકીયો દિવસ ઉગ્યો છે
 
T20 World Cup 2021: ભારત સામે પાકિસ્તાનની ‘વિરાટ’ જીત, આ જોડીએ ઇતિહાસ રચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજનો દિવસ પાકિસ્તાન માટે ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત સાબિત થયો છે. ખરેખરમાં, વાત એમ છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમે માત્ર બે જ દિવસમાં વર્લ્ડ નંબર વનનું રેન્કિંગ ગુમાવી દીધુ છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમે બે દિવસમાં જ આઇસીસી વનડે રેન્કિંગમાં ક્રિકેટમાં નંબર વનનો તાજ હાંસલ કર્યો હતો, અને આજે તેને ગુમાવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચ મેચોની સીરીઝની અંતિમ મેચમાં પાકિસ્તાનને 47 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે પાકિસ્તાનની ટીમ આઇસીસી ODI રેન્કિંગમાં પહેલા નંબર પરથી સરકીને ત્રીજા નંબર પર આવી ગઇ. અને ઓસ્ટ્રેલિયન ટીમે ફરી એકવાર વનડે કિંગ બનીને નંબર વનનો તાજ પહેરી લીધો હતો.

આ રીતે બની હતી પાકિસ્તાની ટીમ નંબર વન -
શુક્રવારે બાબર આઝમની આગેવાની વાળી પાકિસ્તાને સીરીઝની ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડને 102 રને હરાવ્યું હતું. આ જીત મળતાની સાથે જ પહેલીવાર આઇસીસી ODI રેન્કિંગમાં નંબર વન ટીમ બની ગઇ હતી, પણ આ તાજ તેમના માથે માત્ર બે દિવસ જ રહ્યો હતો.

જોકે આ સીરીઝ બાદ પાકિસ્તાનની રેન્કિંગમાં જોરદાર સુધારો આવ્યો છે. સીરીઝની શરૂઆત પહેલા પાકિસ્તાનની ટીમ 106 પૉઈન્ટ સાથે આઇસીસી રેન્કિંગમાં પાંચમા સ્થાને હતી. ન્યૂઝીલેન્ડને 1-4થી હરાવ્યા બાદ પાકિસ્તાનના 112 પૉઈન્ટ થયા છે. પાકિસ્તાન પાસે આગામી વનડે સીરીઝમાં ફરી નંબર વનનું સ્થાન હાંસલ કરવાની તક છે.

આ માટે મહત્વનું છે નંબર વનનો તાજ -
પાકિસ્તાનની હાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એકવાર વનડે રેન્કિંગમાં નંબર વન બની ગઇ છે. રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા 113 પૉઈન્ટ સાથે ટોચના સ્થાન પર છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બીજા નંબર પર છે. ભારતીય ટીમને હાલમાં એકપણ વનડે સીરીઝ રમવાની ના હોવાથી તેને નંબર વનનો તાજ મેળવવાનો ચાન્સ મળશે નહીં.

આ વર્ષે રમાનારા આઇસીસ ODI વર્લ્ડ કપના સંદર્ભમાં આ રેન્કિંગ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જે પણ ટીમ રેન્કિંગમાં નંબર વનના સ્થાન પર રહેશે, તે વધુ ઉત્સાહ સાથે વર્લ્ડ કપમાં એન્ટ્રી કરશે.