રમત-ગમત@દેશ: IPL 2023 ની 57મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી

 મેચમાં હાર્દિક પંડ્યાએ રનચેઝ કરવાની રણનિતી પસંદ કરીને ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. 
 
દેશઃ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 67 રનથી હરાવીને શાનદાર જીત હાસલ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

જોકે હોમગ્રાઉન્ડ પર મરણિયા બનીને બેટિંગ કરતા મુંબઈએ ગુજરાત સામે વિશાળ લક્ષ્‍ય ખડક્યુ હતુ. સૂર્યકુમાર યાદવની અમનમ સદી વડે ગુજરાત સામે 219 રનનુ લક્ષ્‍ય રાખ્યુ હતુ.

જેની સામે ગુજરાતના આકાશ મઘવાલ અને સ્પિનરોએ મુશ્કેલીઓ ખડકી દીધી હતી. ગુજરાતનો ટોપ ઓર્ડર ઝડપથી પરત ફરતા હારનો ખતરો શરુઆતથી જ તોળાઈ ગયો હતો. પરંતુ રાશિદે ગુજરાતને શરમજનક હારથી બચાવ્યુ હતુ. મુંબઈએ 27 રનથી જીત મેળવી હતી.

ગુજરાત ટાઈટન્સના ચાહકોને પ્લેઓફની સૌથી પહેલી ટિકિટ શુક્રવારે વાનખેડેથી નિશ્ચિત કરી લેવાની આશા હતી. પરંતુ મુંબઈએ આજે શાનદાર પ્રદર્શન તમામ વિભાગમાં કરીને જીત મેળવી હતી. પહેલા ઓપનરો સારી શરુઆત કરાવી અને બાદમાં સૂર્યાએ તોફાની સદી નોંધાવી હતી. આમ ગુજરાતને તમામ રીતે મેચમાં પાછળ રાખીને જીત મેળવી હતી.

ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો

ટોસ જીતીને રનચેઝ કરવા માટે બેટિંગ કરવા માટે ઉતરેલ ગુજરાત ટાઈટન્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી. શરુઆતની 8 ઓવરમાં જ 5 વિકેટ ગુજરાતે ગુમાવી દીધી હતી અને સ્કોર માત્ર 55 રન હતો.ગુજરાતની ઓપનિંગ જોડી માત્ર 7 રનમાં જ તૂટી ગઈ હતી. રિદ્ધીમાન સાહા બીજી ઓવરમાં માત્ર 2 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે 5 બોલનો સામનો કર્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યા બીજી વિકેટના રુપમાં 4 રન પર પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યા બાદ શુભમન ગિલ ચોથી ઓવરમાં ત્રીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. ગિલે 6 રન નોંધાવ્યા હતા.વિજય શંકર અને ડેવિડ મિલરે ગુજરાતની ટીમની સ્થિતી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિજય શંકર ચોથી વિકેટના રુપમાં 7મી ઓવરના પ્રથમ બોલ પર આઉટ થયો હતો. પિયૂષ ચાવલાએ તેને બોલ્ડ કરી દીધો હતો. જ્યારે અભિનવ મનોહર પાંચમી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. 55 રનના સ્કોર પર જ ગુજરાતે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે મિલર ટીમને 100 રનના સ્કોર સુધી લઈ જવામાં સફળ રહ્યો હતો. પરંતુ મિલર પણ ટીમના 100 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. તે 26 બોલમાં 41 રન નોંધાવીને પરત ફર્યો હતો. 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ તેવટિયા 14 રન નોંધાવીને આઉટ થયો હતો. નૂર અહેમદ એક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. 103 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી હતી. જોકે રાશિદે મુંબઈને જીત માટે ખૂબ રાહ જોવડાવતી બેટિંગ કરી હતી

રાશિદ ખાનની તોફાની રમત

ભલે ટીમ હારના માર્ગે રહી હોય પરંતુ આમ છતાં એમ સ્વિકાર નહીં કરવાનુ જાણે રાશિદ ખાને નક્કી કરી લીધુ હતુ. રાશિદ ખાને ઈનીંગમાં 10 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 6 છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદ વડે અડધી સદી પુરી કર્યા બાદ છગ્ગા વાળી આતશી રમત આગળ વધારી હતી. રાશિદ ગુજરાતની મુશ્કેલ રમત છતાં ટીમને શરમજનક હારથી બચાવતા અંતિમ બોલ સુધી ઈનીંગ રમી હતી અને ટીમને લક્ષ્‍યની નજીક લઈ પહોંચ્યો હતો. 32 બોલમાં 79 રન રાશિદે નોંધાવ્યા હતા.

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો.