સ્પોર્ટ્સ@દેશ: ક્રિકેટ જગતમાં ભારતનો ડંકો, ICC ટેસ્ટ રેન્કીંગમાં ટીમ ઈન્ડિયા નંબર- 1, જાણો વધુ

 
Team India ICC

અટલ સમાચાર, ડેસ્ક 

ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં નંબર 1 ટીમ બની ગઈ છે. ભારતે ચાર મેચની ટેસ્ટ સીરીઝ પહેલા જ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ્સ અને 132 રનથી હરાવ્યું છે. 15 ફેબ્રુઆરીએ ટેસ્ટ ટીમ રેન્કીંગ અપડેટ થતાં જ ટીમ ઈન્ડિયા નંબર 1 ટેસ્ટ ટીમ બની ગઈ છે. રોહિત શર્મા ટીમ ઈંડિયાના ઓલ ફોર્મેન્ટ કપ્તાન છે. રોહિત દુનિયાના પહેલા એવા કપ્તાન થઈ ગયા છે, જેની કપ્તાનીમાં ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર 1 છે. ભારત એશિયાની પ્રથમ એવી ટીમ છે, જે એક સમયે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 સ્થાન પર છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 17 ફેબ્રુઆરીએ રમાશે.

ભારતે ટેસ્ટ રેન્કીંગમાં ઓસ્ટ્રેલિયાને પાછળ મુકી દીધું છે. ઓસ્ટ્રેલિયાના ખાતામાં 111 રેટીંગ પોઈન્ટ્સ છે, જ્યારે ભારતના ખાતામાં 115 રેટીંગ પોઈન્ટ્સ છે. ત્રીજા નંબર પર ઈંગ્લેન્ડ 106 રેટીંગ પોઈન્ટ્સ સાથે છે. ચોથા નંબર પર ન્યૂઝીલેન્ડ છે, જ્યારે પાંચમા નંબર પર દક્ષિણ આફ્રિકા છે. છઠ્ઠા નંબર પર વેસ્ટઈંડીઝ છે, તો વળી પાકિસ્તાન સાતમા નંબર પર છે.

આઠમા નંબર પર શ્રીલંકા, 9માં નંબર પર બાંગ્લાદેશ જ્યારે 10માં નંબર પર ઝિમ્બાબ્વે છે. વન ડે ટીમ રેન્કીંગમાં ભારત ટોપ પર છે. જ્યારે બીજી નંબર પર ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડ છે. ટીમ 20 ટીમ રેન્કીંગમાં ભારત ટોપ પર છે, જ્યારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન ક્રમથી બીજા અને ત્રીજા સ્થાન પર છે.