આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાના કાળને લઈ અનેક લોકોનાં આપઘાતના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાનાં કારણે પિતાનું મૃત્યુ થતા પુત્ર તણાવમાં આવી ગયો હતો. ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ યુવક સિવિલ સિવિલ ઇજનેરે હતો. અને લેબર કોન્ટ્રેકટર તરીકે કામ કરતો હતો જો કે કોરોના કાળને લઈ આર્થિક ભીંસમાં આવી જતાં વધુપડતો તણાવમાં રહેતો હોવાનું મિત્રોએ જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા ગોકુલ રો હાઉસના એક બંગલામાં બુધવારની મોડી સાંજે એક યુવાન ઋષિત ઝવેરીનો મૃતદેહ પંખા પર ચાદર સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. પરિવારની પૂછપરછમાં ઋષિત સિવિલ ઈજનેર હોવાનું અને લેબર કોન્ટ્રેકટર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઋષિતના આપઘાતને લઈ કોઈ કારણ જાણી શકાયું નહોતું.

જોકે સમગ્ર મામલે નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર, ઋષિતનાં કોરોના મહામારીને લઈ વેપારધંધા પડી ભાંગતાં બેકાર થઈ ગયો હતો. એમ કહી શકાય કે આર્થિક ભીંસને લઈ માનસિક તણાવમાં રહેતો થઈ ગયો હતો. લગભગ 6 મહિના પહેલાં તેના પિતાનું પણ મહામારીમાં મૃત્યુ થતાં ઋષિત તણાવમાં રહેતો હતો. ઋષિતના આપઘાત પાછળ બેરોજગારી અને આર્થિક ભીંસ જવાબદાર કહી શકાય છે. ઋષિત ઝવેરી નામના સિવિલ ઇજનેરે બુધવારની મોડી સાંજે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ પોલીસ પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ આવી હતી. આખી રાત પોસ્ટ મોર્ટમ રૂમમાં રહેલા ઋષિતના મૃતદેહને ઉંદરોઅ કોતરી ખાધું હોવાનું હાથ પરથી નિશાન મળી આવતા પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ પણ ચોંકી ગયા હતાં.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code