સુરત : BJP કોર્પોરેટરની જન્મ દિવસની પાર્ટીમાં 100 લોકો ભેગા થયા, 4ને કોરોના

અટલ સમાચાર, ડેસ્ક સુરતના બમરોલી વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારના નગર સેવિકા વિવાદમાં આવ્યા છે. તેમણે કોરોનાના કહેર વચ્ચે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ માટે રાખવામાં આવેલા પાર્ટીમાં આવેલા ચાર મહેમાનોને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ પાર્ટીમાં બીજેપીના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. કોરોના વાયરસને ચાર તબક્કા સુધી ચાલેલા
 
સુરત : BJP કોર્પોરેટરની જન્મ દિવસની પાર્ટીમાં 100 લોકો ભેગા થયા, 4ને કોરોના

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના બમરોલી વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારના નગર સેવિકા વિવાદમાં આવ્યા છે. તેમણે કોરોનાના કહેર વચ્ચે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ માટે રાખવામાં આવેલા પાર્ટીમાં આવેલા ચાર મહેમાનોને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ પાર્ટીમાં બીજેપીના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. કોરોના વાયરસને ચાર તબક્કા સુધી ચાલેલા લોકડાઉન બાદ હાલ સરકારે થોડી છૂટછાડ આપી છે. આ દરમિયાન તંત્ર લોકો પાસે માર્ગદર્શિકાનું પણ પાલન કરાવી રહ્યું છે. જો માર્ગદર્શિકાનું પાલન ન થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લૉકડાઉનમાં છૂટછાટ બાદ નગર સેવિકા ગીતાબેન રબારીએ પહેલી જૂનના રોજ તેમના જન્મ દિવસે એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. લોકોને એકત્ર નહીં થવાની સૂચના વચ્ચે તેમના જન્મ દિવસના ભોજન સમારંભમાં 100થી વધારે લોકો આવ્યા હતા. ભાજપના અનેક આગેવાનો પણ તેમના જન્મ દિવસની પાર્ટીમાં હાજર રહ્યા હતા. જોકે, હવે પાર્ટીમાં આવેલા મહેમાનોમાંથી 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.

અહીં સવાલ એ થાય કે તંત્ર સામાન્ય લોકો જો નિયમ તોડે તો દંડો પછાડે છે તો નગર સેવિકાના આવા તાયફા સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? શું નગર સેવિકા હોય તો તેને કોઈ વિશેષ સત્તાના જોરે પાર્ટી કરવાની છૂટ મળી જાય છે? નગર સેવકોએ લોકોને નિયમોનું પાલન કરાવવાનું હોય છે તેના બદલે તેઓ જ નિયમ તોડે તો શું તેમની સામે કડક કાર્યવાહી ન કરવી જોઈએ?

નોંધનીય છે કે સરકારે લગ્ન પ્રસંગે પણ 50થી વધારે લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે નગર સેવિકાની જન્મ દિવસની પાર્ટીમાં 100થી વધારે લોકો કઈ રીતે એકઠા થવા દેવાયા તે એક મોટો સવાલ છે. આ મામલે કોઈ કાર્યવાહી થશે કે નહીં એ તો સમય જ બતાવશે.