સુરત: ઊંઘમાં ખલેલ પહોંચાડતા પિતાએ બાળકીને પટકી પટકીને મારી નાખી

અટલ સમાચાર,ડેસ્ક લૉકડાઉનને પગલે હવે ઘરોમાં રહીને લોકોની માનસિક સ્થિતિ બગડી રહી છે. સુરતમાં આવા જ એક બનાવમાં એક પિતાએ તેની આઠ મહિનાની બાળકી ને ઊંઘમાં ખલેલા પહોંચાડવા બદલ પછાડી પછાડીને મારી નાખી છે. આ કેસમાં પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતના સલાબતપુરા વિસ્તાર આવેલી
 
સુરત: ઊંઘમાં ખલેલ પહોંચાડતા પિતાએ બાળકીને પટકી પટકીને મારી નાખી

અટલ સમાચાર,ડેસ્ક

લૉકડાઉનને પગલે હવે ઘરોમાં રહીને લોકોની માનસિક સ્થિતિ બગડી રહી છે. સુરતમાં આવા જ એક બનાવમાં એક પિતાએ તેની આઠ મહિનાની બાળકી ને ઊંઘમાં ખલેલા પહોંચાડવા બદલ પછાડી પછાડીને મારી નાખી છે. આ કેસમાં પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના સલાબતપુરા વિસ્તાર આવેલી રેશમ વાડ ખાતે રહેતા ઉર્વેશ શેખ આજે પોતાના ઘરમાં સૂતેલો હતો. આ સમયે તેની 8 માસની દીકરી અચાનક રડવા લાગી હતી. આથી ઉર્વેશ શેખની ઊંઘમાં ખલેલ પડી હતી. જે બાદમં તે ઉશ્કેરાઇ ગયો હતો અને આવેશમાં આવીને તેની દીકરીને જમીન પર પટકી હતી. ઉર્વેશે તેની દીકીરને અનેક વખત જમીન પર પટકી હતી. જેના કારણે બાળકીનું મોત થઈ ગયું હતું.

આ અંગેની જાણકારી મળથા જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે હત્યારા પિતા વિરુદધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી હતી. આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.