સુરત: પિતાએ ચપ્પાના ઘા મારી એકના-એક પુત્રની હત્યા કરી દેતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક દોઢ મહિના પહેલા કોરોનાવાયરના કારણે પરિવાર સાથે લંડનથી ગર્ભવતી પત્ની અને બાળકી સાથે પુત્ર સુરત પિતાના ઘરે આવ્યો હતો. લોકડાઉનના સમયમાં તે સુરતમાં જ ફસાઈ ગયો હતો, ત્યારે આજે પિતા અને પુત્ર વચ્ચે પૈસાની નજીવી લેવડ-દેવડના કારણે પિતાએ આવેશમાં આવી એકના-એક પુત્રની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. સુરતના લાલગેટ વિસ્તરમાં
 
સુરત: પિતાએ ચપ્પાના ઘા મારી એકના-એક પુત્રની હત્યા કરી દેતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

દોઢ મહિના પહેલા કોરોનાવાયરના કારણે પરિવાર સાથે લંડનથી ગર્ભવતી પત્ની અને બાળકી સાથે પુત્ર સુરત પિતાના ઘરે આવ્યો હતો. લોકડાઉનના સમયમાં તે સુરતમાં જ ફસાઈ ગયો હતો, ત્યારે આજે પિતા અને પુત્ર વચ્ચે પૈસાની નજીવી લેવડ-દેવડના કારણે પિતાએ આવેશમાં આવી એકના-એક પુત્રની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે.

સુરતના લાલગેટ વિસ્તરમાં લોકડાઉન વચ્ચે પિતાએ જ પુત્રની હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે. દોઠ મહિના પહેલા લંડન ખાતે રહેતો પુત્ર ઇમરાન મણિયાર પોતાની ગર્ભવતી પત્ની અને બાળકી સાથે પિતાને મળવા માટે સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ રાણી તળાવ ભારબંધવાડ ખાતે આવ્યો હતો. આ દરમિયાન પુત્ર દ્વારા સુરતના ઘરનું રીનોવેશન શરુ કર્યું હતું. જેને લઈ પિતા પાસેથી ઇમરાને રૂપિયા 1.80 લાખ લીધા હતા, અને ઘર રીનોવેશનમાં ઉપયોગ કર્યો હતો. આમ તો, 10 એપ્રિલે જ ઈમરાન લંડન જતો રહેવાનો હતો, પરંતુ કોરોનાના કારણે તે પરિવાર સાથે સુરતમાં જ ફસાઈ ગયો હતો. જોકે, ત્યારબાદ લંડન દ્વારા 600 નાગરીકોને લેવા આવનારી સ્પેશ્યલ ફ્લાઈટમાં તેણે આવતીકાલે જવાની તમામ તૈયારી કરી નાખી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સમયે પિતા અબ્દુલ હમીદે ઘરના રિનોવેશન માટે આપેલા રૂપિયાની ઉગરાણી શરૂ કરી દીધી, પુત્ર ઇમરાને કહ્યું પોતાની પાસે હાલ રૂપિયા નથી. તેથી જ તમારી પાસેથી પૈસા લઈ રીનોવેશન કરાવ્યું છે. પછી આપી દઈશ અથવા ઘરના ભાડાની આવકમાંથી રૂપિયા લઇ લેવા માટે કહ્યું. આ બાબતને લઈ પિતા-પુત્ર વચ્ચે ઝગડો થયો. જેમાં આવેશમાં આવીને અબ્દુલ હમીદે પોતાના એકના-એક પુત્ર ઇમરાનને ચાપુના બે ઘા મારી તેની કરપીણ હત્યા કરી નાખી હતી.

આ ઘટનાની જાણકારી ફેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. લાલગેટ પોલીસે તાતકાલિક બનાવવાળી જગ્યા પર આવી પહોંચી હતી અને હત્યારા પિતાની ધરપકડ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.