આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુરત

સુરત અગ્નિકાંડને હજી લોકો ભુલ્યા નથી જેમાં 22 વિદ્યાર્થીઓના જીવ ખોયા હતા. ત્યાં ફરી એકવાર શુક્રવારે સુરતની શાળામાં આગ લાગવાની ઘટના ઘટી હતી. રતમાં શાળા શરૂ થાય તે પહેલાં જ આગ લાગતા ફાયર બ્રિગેડને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી. સુરત શહેરના દાંડી રોડ વિસ્તાર ખાતે પ્રેમ ભારતી હિંદી વિદ્યાલય આવેલી છે.

સુરતની પ્રેમ ભારતી હિંદી વિદ્યાલયમાં શુક્રવારે સવારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને લઇ ફાયરબ્રિગ્રેડે ઘટના સ્થળે દોડી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. શાળાનું સમારકામ શરૂ હોવાથી શાળાની બહાર જ કપચી સહિતનું મિટરિયલ પડ્યું હતું. શાળામાં આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓની પાંખી હાજરી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લઈ અને વિદ્યાર્થીઓને ખસેડ્યા હતા.

આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ શાળાની બહાર જ હતા તેથી મોટી જાનહાનિની ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડ દ્વારા શાળાને સીલ કરવામાં આવી છે.

જ્યાં સુધી ફાયર NOC નહીં મળે ત્યાં સુધી શાળામાં શિક્ષણ કાર્ય બંધ રહેશે. જોકે, આગમાં કોઈ ફસાયુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code