આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાના કહેર વચ્ચે માત્ર 5 મિનિટમાં 100 મીટરના એરિયાને સેનેટાઈઝ કરતું મશીન પાલિકાને અર્પણ કરવામાં આવ્યું હતું. 600 લીટરની ટાંકી સાથેનું સેનેટાઇઝ મશીન નાસિકથી મંગાવવામાં આવ્યું હતું.કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ડોક્ટર્સ, નર્સ, હેલ્થ વર્કર્સ જીવના જોખમે કામ કરી રહ્યા છે. આવા સમયે વેસુના એક સામાજિક કાર્યકરે પાલિકાને સેનીટાઈઝ કરતું મશીન અર્પણ કર્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામાજિક કાર્યકરના જણાવ્યા અનુસાર સોસાયટીમાં સેનિટાઇઝિંગ કરતા હેલ્થ વર્કર્સને આ વાઇરસનું સૌથી વધારે જોખમ છે,જો કોઈ મશીન આ કામ કરી શકે તો ચિંતા ના રહે. આ વિચારથી જ આ મશીન મંગાવ્યું. જેની ૬૦૦ લીટરની કેપેસીટી 100 મીટરના એરિયાને ફક્ત 5 મિનિટ્સમાં જ સેનિટાઇઝ કરી નાખે છે. આ મશીન પાલિકાને અપાતાની સાથે જ શહેરની સેવામાં કાર્યરત થયું હતું.

સામાજિક કાર્યકર રીતુ રાઠીએ કહ્યું કે,જે લોકો સેનેટાઇઝિંગ કરે છે તેઓની 10 લોકોની ટીમ હોય છે. જે પણ યોગ્ય નથી. ત્યારે એક મશીન હોય જે નાનામાં નાની ગલીથી લઈ મોટા રસ્તાઓને પણ સેનેટાઇઝ કરી શકે આ વિચારથી નાસિકના એક ડીલર સાથે વાત કરી આ મશીન ઓર્ડર કરી એસએમસીને આપ્યું હતું. જે જરૂરિયાત વાળા વિસ્તારમાં આનો પ્રયોગ કરી મશીનનું રિઝલ્ટ જાણી શકાશે. જો ફાયદો થશે તો વધુ મશીનો મંગાવાશે. આ મશીનને ટેમ્પો સાથે ફિટ કરાઈ છે. 30 ફુટ લાંબી પાઇપ જોડી એક વ્યક્તિના મદદથી સેનેટાઇઝ કરાશે.600 લિટરની ટાંકીમાં સેનેટાઈઝર ભરી સેનેટાઇઝ કરાશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code