સુરત: શાકભાજીવાળાને માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા તેને યુવકને ચપ્પુ માર્યુ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસને વધારે ફેલાતો અટકાવવા માટે દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજીવાળાને એક યુવકે માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા શાકભાજીવાળો ઉશ્કેરાઈ ગયો હતો
 
સુરત: શાકભાજીવાળાને માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા તેને યુવકને ચપ્પુ માર્યુ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસને વધારે ફેલાતો અટકાવવા માટે દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજીવાળાને એક યુવકે માસ્ક પહેરીને કામ કરવાનું કહેતા શાકભાજીવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી શાકભાજી માર્કેટમાં સ્થાનિક અતુલ મકવાણા નામનો યુવક શાકભાજી લેવા માટે ગયો હતો અને તે સમયે શાકભાજીવાળા એ માસ્ક ન પહેર્યું હોવાના કારણે અતુલે તેને માસ્ક પહેરીને કામ કરવાની સલાહ આપી હતી હતી. માસ્ક પહેરવાનું કહેતા જ શાકભાજીવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને તેને પોતાની પાસે રહેલા ચપ્પુ વડે અતુલ પર હુમલો કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા અતુલને નજીકમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક PI અને TRB જવાનોએ ટ્રાફિક PIની જીપમાં સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને પેટની ડાબી બાજુ પર ચપ્પુનો ઘા લાગતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલો યુવક કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે.