સુરતઃ વતન જવા નીકળેલ શ્રમિકનું તડકો લાગતા સારવાર દરમિયાન મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. આ સાથે શહેરમાં ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે. ત્યારે આ ગરમીને કારણે પોતાના વતન જઈ રહેલા શ્રમિકનું તડકામાં લૂ લાગવાથી મોત થયાની ઘટના સામે આવી છે. પોતાના વતન જવા ઘરેથી બસ સ્ટોપ સુધી જવા શ્રમિક પરિવાર સાથે નીકળ્યો હતો. પરંતુ બસની રાહ જોતા
 
સુરતઃ વતન જવા નીકળેલ શ્રમિકનું તડકો લાગતા સારવાર દરમિયાન મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. આ સાથે શહેરમાં ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે. ત્યારે આ ગરમીને કારણે પોતાના વતન જઈ રહેલા શ્રમિકનું તડકામાં લૂ લાગવાથી મોત થયાની ઘટના સામે આવી છે. પોતાના વતન જવા ઘરેથી બસ સ્ટોપ સુધી જવા શ્રમિક પરિવાર સાથે નીકળ્યો હતો. પરંતુ બસની રાહ જોતા જ આ શ્રમિક ગરમીના કારણે ઢળી પડ્યો હતો. અને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમ્યાન મોતને ભેટ્યો હતો. જેને  કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં ગરમીનાં કારણે એક શ્રમિકનું મોત નીપજતા હાહાકાર મચી જવા પામ્યો છે. લૉકડાઉન વચ્ચે શહેરમાં શ્રમિકોની આર્થિક રીતે હાલત કફોડી બનતા તેઓએ વતન મોકલવા કરેલી માંગને લઈ સ્પેશિયલ શ્રમિક ટ્રેનો શરુ કરી તેઓને વતન મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં રેલ્વે સ્ટેશન સુધી શ્રમિકોને પહોંચાડવા માટે મનપા સંચાલિત સિટીબસ કાર્યરત કરે છે. ત્યારે પટેલનગર ઉધના પોલીસ ચોકી પાસે રહેતો શિલુ જેના પોતે મૂળ ઓડિશાના ગંજામનો રહેવાસી છે. સુરતમાં ઉધનાની આદર્શ સોસાયટીમાં આવેલા લુમ્સના કારખાનામાં કામ કરતો હતો.

લૉકડાઉનમાં રોજગારી બંધ થઇ જતા તેના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. જેથી પરિવારના સભ્યો સાથે પોતાના વતન જવા માટે ટિકિટની વ્યવસ્થા કરીને તે પરિવારના સભ્યો સાથે વતન જવા માટે ઘરેથી નીકળી પાંડેસરામાં બસની રાહમાં ઉભો હતો. જ્યાં ખાધા પીધા વગર જગ્યા ન મળતાં લાઈનમાં ઉભા રહ્યા બાદ તેને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. જેથી પરિવારના સભ્યોએ તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જેથી તેના પરિવારજનોએ જીવન ગુજારવા માટે સરકાર પાસે સહાયની માંગ કરી છે. મૃતકના મૃતદેહને માદરે વતન લઈ જવાની જગ્યાએ કર્મભૂમિ સુરતમાં જ અંતિમવિધિ કરવાનું નક્કી કર્યું હતું.