આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સુરતમાં એક બાજુ લોકો લૉકડાઉનમાં ઘરમાં બંધ છે ત્યારે વરાછા રત્નકલાકારે પરિવારને ઠપકાથી નાસીપાસ થતા તાપીમાં છલાંગ લગાવીને મોતનને વ્હાલું કરતા ખળભળાટ મચી ગયો છે. રત્નકલાકારે પિતાના ઠપકાબાદ તાપીમાંથી છલાંગ લગાવીને મોતનો કૂદકો માર્યો હતો. દરમિયાન આજે કાપોદ્રા ફાયર બ્રિગેડે નદીમાંથી તેની લાશ કાઢી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતનાના વરાછા વિસ્તારમાં રહેતા અને મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અજય કાંતિભાઈ ધોળકિયા સુરતના કાપોદ્રામાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો અને પરિવારને મદદ કરતો હતો. દરમિયાન અજયે પ્રેમિકાને મળવા માટે જવા ઘરની બહાર નીકળવાનું બહાનું કર્યુ હતું. જોકે, પિતાએ લૉક઼ડાઉન ચાલું હોવાથી બહાર જવાની ના પાડતા તેને લાગી આવ્યું હતું. ગુરૂવારે રાત્રે પિતા સાથે થયેલી ચડસાચડસી બાજ અજય ધોળકિયા ઘરેથી કોઈને કીધા વગર જતો રહ્યો હતો અને તેને માઠું લાગી આવતા ઉત્રાણ તાપી બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી હતી.

આ દરમ્યાન દરમિયાન ગઈકાલે મોડી રાત સુધી અજય ઘરે ન આવતા વ્યાકૂળ બનેલા પિતાએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં બાદ શુક્રવારે સવારે અજયના તંપલ કાપોદ્રા- ઉત્રાણ બ્રિજ પરથી મળી આવ્યા હતા. અંદાજે 35 ફૂટ ઉંચેથી નદીમાં ખાબકેલા અજય ધોળકિયાનું મોત નીપજ્યું હતું. દરમિયાન તેની લાશ પાણીમાં જણાતા કાપોદ્રા ભરવાડી ફળિયા પાસેથી ફાયર બ્રિગેડે લાશ બહાર કાઢવાની કામગીરી કરી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ પાણીમાં તરીને દોરીથી બાંધી અજય ધોળકિયાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે જણાવ્યું કે અજયે સુસાઇડ નોટ લખીને અંતિમ પગલું ભર્યુ હતું અને તેમાં યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની માહિતી આપી હતી. પોલીસ અજયની લાશનું પોસ્ટમોર્ટમ કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code