સુરત: આંગડીયા પેઢીનો કર્મચારી જ 17 લાખ લઇ ફરાર થતાં ફરીયાદ
અટલ સમાચાર,સુરત સુરતના આંગડીયા પેઢીમાં ફરી એકવાર ઉચાપતની ઘટના સામે આવી છે. જેમાં આંગડીયા પેઢીના કર્મચારી દ્વારા જ રૂપિયાની ઉચાપત સામે આવી છે. કર્મચારી જ પેઢીના રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. કર્મચારી સામે સુરતના મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતની બાબુલાલ કાન્તીલાલ આંગડીયા પેઢીનો કર્મચારી
Jan 2, 2020, 15:52 IST

અટલ સમાચાર,સુરત
સુરતના આંગડીયા પેઢીમાં ફરી એકવાર ઉચાપતની ઘટના સામે આવી છે. જેમાં આંગડીયા પેઢીના કર્મચારી દ્વારા જ રૂપિયાની ઉચાપત સામે આવી છે. કર્મચારી જ પેઢીના રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. કર્મચારી સામે સુરતના મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરતની બાબુલાલ કાન્તીલાલ આંગડીયા પેઢીનો કર્મચારી તેની મુખ્ય ઓફિસે થી 17 લાખ રૂપિયા રોકડા લઈને નીકળ્યો હતો. જે પૈસા તેને અર્જુન ઠાકોર પેઢીની બીજી ઓફિસે પહોચાડવાના હતા. પરંતુ તેને ત્યાં રૂપિયા નાં પહોચાડતા 17 લાખ લઈને ફરાર થઇ ગયો હતો. રૂપિયા લઈ ભાગી જતા આ કર્મચારી સામે સુરતના મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.