આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સુરત

કાપડ ઉધોગમાં કામ કરતા કેટલાક કારીગર માલિકો દ્વારા જમવાની અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક સેવા પુરી પાડવામાં આવે છે તે છતાંય કારીગર વર્ગ પોતાના વતન તરફ હિજરત કરી રહ્યાં છે. ત્યારે દિવસ દરમિયાન પોલીસ કડકાઈ કરે તે માટે અડધી રાત્રે પગપાળા પોતાના વતન તરફ જવા નીકળી પડે છે. જોકે, આ કારીગર વર્ગ જતો રહ્યો તો સુરતનાં વેપાર ઉધોગ લાંબા સમય માટે પડી ભાગશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસને લઇને લૉકડાઉનનો અમલ શરૂ થયા પછી કારખાનાઓ બંધ છે. તેવા સંજોગોમાં કારીગરોને સાચવવાની જવાબદારી ઉદ્યોગકારોએ ઉઠાવી લીધી છે. આ ઉધોગોમાં મોટા પ્રમાણમાં ઓરિસ્સા, યુપી અને બિહારનાં લોકો કામ કરે છે. આ કારીગરોને રહેવાની સાથે જમવાની તકલીફ પડે છે તે માલિકો દ્વારા કે સેવાભાવિ સંસ્થા દ્વારા તેમને મદદ કરવામાં આવે છે. પણ કશેને કશે આ કારીગર વર્ગ પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. વતનમાં રહેતા પરિવાર સુરત કામ કરતા પોતાના પરિવારના સભ્યની ચિંતા સતત કરી રહ્યો છે.

પરિવારની ચિંતાને કારણે પોતાને સુરક્ષિન સમજી નથી રહ્યા અને દિવસ દરમિયાન વતન જવા નીકળે તો પોલીસ કડકાઇ કરી રહી છે. જેને લઇને આ કારીગર મધ્ય રાત્રે શહેરનાં બહારના ભાગે આવીતી ટ્રક દ્વારા પોતાના વતન જવા નીકળી પડે છે. જોકે, વાહન નહિ મળતા કારીગર પગપાળા પણ નીકળી રહ્યાં છે. આજ પરિસ્થિતિ રહી તો આગામી દિવસમાં સુરતનાં ઉધોગ પડી ભાંગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે, આ કારીગર વતન ગયા બાદ જલ્દીથી પરત નહિ ફરે તેવી પણ શક્યતા છે.

રસ્તામાં પોલીસ દ્વારા હેરાનગતિ નહીં થાય તે માટે ખેતરોમાં થઈને, અંદરના રસ્તે આ બધા હાઈવે તરફ આગળ વધે છે. મગજમાં એક જ વાત છે કે ગમે તે રીતે વતનમાં ફેમિલી પાસે જવું છે. મધરાત બાદ વસાહતોમાંથી બહાર નીકળી રહ્યા છે. ગઇકાલે મધરાતથી વહેલી સવારના છ વાગ્યા સુધીમાં ઓછામાં ઓછા ચારથી પાંચ હજાર કારીગર વર્ગ પગપાળા જતો જોવાયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code