આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સુરતની ચોક બજાર શહેરની શાન છે અને તેમાં આવેલી ચૌટા બજાર મહિલાઓની ખરીદીનું મનપસંદ સ્થળ છે. આ વિસ્તારમાં ફેરિયાઓ રસ્તા પર વર્ષોથી દબાણ કરી બેઠા છે. તંત્ર દ્વારા અવારનવાર દબાણ હટાવામાં છે પરંતુ તેના કલાક માંજ ફરીથી દબાણ કરવામાં આવે છે. જોકે, મનપાની દબાણશાખા જ્યારે ચૌટા બજારમાં દબાણ હટાવવા ગઈ હતી ત્યારે આ વિસ્તારના લોકો ઉશ્કેરાયા હતા અને મનપાના સ્ટાફ પર હુમલો કરી તેમને રસ્તા પર દોડાવી દોડાવીને માર માર્યો હતો. જોકે આ મામલે મનપા અધિકારી ઓ દ્વારા મોડી રાત્રે રાયોટીંગની ફરિયાદ નોંધવવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાવની વિગત એવી છે કે, સુરતના ચૌટાબજારમાં આવેલ દુકાનદારો દ્વારા દુકાનની બહાર દબાણ કરી તે જગ્યા ભાડા પર આપવામાં આવે છે. જોકે આ દબાણ પાછળ અધિકારી હપ્તા લેતા હોવાની ફરિયાદ છે અને તેના કારણે આ વેપારીઓ વર્ષોથી અડિંગો જમાવીને બેઠા છે. થોડા સમયથી તંત્ર દ્વારા આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે ગતરોજ પણ સેન્ટ્રલ ઝોને ચૌટાબજારમાં રસ્તા, ફૂટપાથના નડતરરૂપ લોખંડના એંગલ, ચેનલ , પાઈપ્સ, હૂક, સ્ટેન્ડ જેવા દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી.

આ કામગીરી ચાલતી હતી તે વેળા સાંજે 5.30 વાગ્યાના અરસામાં ચૌટાબજાર ચાર રસ્તા આગળ આઈશા ફેશન નામની રેડિમેઇડ કાપડની નાની દૂકાનના એંગલ કટરથી કપાતાં હતાં ત્યારે તણખો ઉડતાં દુકાનમાં આગ લાગી ગઈ હતી. જોકે, આગ ને પગલે સમગ્ર વિસ્તર માં દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટના બાદ આ વિસ્તારના વેપારીઓનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો અને મનપાનો વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ દેખાતા જ મનપાનાં અધિકારીઓએ ત્યાંથી ચાલતી પકડી લીધી હતી. જોકે સ્થાનિક લોકો દ્વારા વોચ એન્ડ વોર્ડના ગાર્ડો, માર્શલોને નિશાન બનાવી ધક્કામુક્કી કરી માર મારતાં સ્ટાફે ભાગવાની નોંબત આવી હતી. ઉશ્કેરાયેલા ફેરિયાઓ સહિતના ત્રાહિત વ્યક્તિઓએ ટોળા પાછળ જઈ મનપાની ટીમને રસ્તા પર દોડાવીદોડાવી માર માર્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જોકે, તેમાં કેટલાંક તોફાની તત્ત્વોએ પાછળથી પથ્થરો પણ ફેંકતાં આ હૂમલામાં ડેપ્યુટી ઈજનેર રાજેશ સુખડિયાને માથાના ભાગે વાગી જતાં લોહીલુહાણ થયા હતા. ડે.કમિશનરને ગંભીર ઈજા હોય ત્રણ ટાંકા આવ્યાં છે. આ ઘટનામાં અઠવા પોલીસે માતા-પુત્ર સહિત 15થી 20 ટોળા સામે રાયોટિંગનો ગુનો મોડી રાત્રે નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code