સુરત: ગણેશ ઉત્સવમાં બીયરપાર્ટી કરનારા ઝડપાયા, 8ની અટકાયત

અટલ સમાચાર, સુરત સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન બીયર પીને ઝૂમી રહેલાં યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સુરતના ગોલવાડ વિસ્તારનો છે. આ વીડિયો માં દારૂ પીને જોઈને ઝૂમી રહેલાં દેખાય રહ્યો છે. ગણેશજીની પ્રતિમા લઈ જતી વખતે દારૂ પીને ઝૂમી રહેલાં લોકો દેખાઈ રહ્યા છે. ગીતના તાલે જાહેરમાં દારૂ પીનારા ધતિંગ કરી છાકટા થયા
 
સુરત: ગણેશ ઉત્સવમાં બીયરપાર્ટી કરનારા ઝડપાયા, 8ની અટકાયત

અટલ સમાચાર, સુરત

સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન બીયર પીને ઝૂમી રહેલાં યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સુરતના ગોલવાડ વિસ્તારનો છે. આ વીડિયો માં દારૂ પીને જોઈને ઝૂમી રહેલાં દેખાય રહ્યો છે. ગણેશજીની પ્રતિમા લઈ જતી વખતે દારૂ પીને ઝૂમી રહેલાં લોકો દેખાઈ રહ્યા છે. ગીતના તાલે જાહેરમાં દારૂ પીનારા ધતિંગ કરી છાકટા થયા હોવાના ધતિંગ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ મામલે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આઠની અટક કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ મામલે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો પણ દાખલ કર્યો છે.

સુરત પોલીસના PRO જે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે સુરત શહેરના મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગોલવાડ વિસ્તારના શિવગણેશ યુવક મંડળના કેટલાક યુવકો નશાની હાલતમાં ડાન્સ કરી રહેલા યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે આઈ.પી.સી.ની કલમ 143 295 (ક) મુજબ લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો દાખલ કરેલો છે.

પોલીસે આ મામલે આઠ આરોપીઓ તેજસ રાણા, કમલેશ રાણા, અમિત રાણા, અનિલ રાણા, રોશન રાણા, રજનીકાંત રાણા, અશરફ ખાન પઠાણની અટક કરી ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.