આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં કોરોનાનો કેર વધતો જાય છે અને અત્યાર સુધી 19 પોઝીટીવ દર્દી નોંધાયા છે. જેથી તંત્રએ બેગમપુરાના વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન કરી દીધો છે. આ વિસ્તારમાં અગિયારસો જેટલા મકાનો છે. શહેરના બેગમપુરા વિસ્તારના રહેવાસી અને કોરોના પોઝિટિવ દર્દી રમેશચંદ્ર રાણાના સંપર્કમાં આવેલા 80 વર્ષના વ્યક્તિને પણ પોઝિટીવ આવ્યો જેથી તંત્ર હરકતમાં આવ્યુ હતુ..લોકલ ટ્રાન્જેક્શન ન વધે આ માટે બેગમપુરા વિસ્તારને ક્લસ્ટર કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સમગ્ર વિસ્તારમાં ડીસ ઇન્ફેકશનની કામગીરી કરવા બાદ હવે લોકોના અવરજવર માટે પૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે..અગાઉ રમેશચંદ્ર રાણા નો રિપોર્ટ પોઝિટિવ આવતા, 6000 લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે કુલ 144 કેસ પોઝીટીવ છે, જ્યારે 2 લોકો વેન્ટીલેટર પર છે 11 નાં મોત થયા છે. હોમ ક્વોરોન્ટાઈન માંથી 418 જેટલા સામે ફરિયાદ દાખલ કરી છે જે લેબોરેટરી પરિક્ષણ 144 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2531 કેસો નેગેટીવ આવ્યા છે. રાજ્યમાં પોઝિટીવ કેસોમાં સતત ચિતા જનક રીતે વધારો જોવા મળ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code