સુરત: રીંગરોડના કાપડ માર્કેટમાંથી બાળ શ્રમ આયોગે 5 બાળકો છોડાવ્યા

અટલ સમાચાર,ડેસ્ક સુરત બાળ આયોગે રિંગરોડ વિસ્તારમાં આવેલ મિલેનિયમ માર્કેટમાં દરોડા પાડી મજૂરી કરતા 5 બાળકોને છોડાવાયા હતા. તો અન્ય 4 બાળકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. છોડાવાયેલા બાળક મામલે દુકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી બાળ શ્રમ આયોગ દ્વારા કરવામાં આવી રહી છે. સુરતના કાપડ ઉધોગમાં સૌથી વધુ બાળકો મજૂરી કરે છે અને તે પણ રાજસ્થાન
 
સુરત: રીંગરોડના કાપડ માર્કેટમાંથી બાળ શ્રમ આયોગે 5 બાળકો છોડાવ્યા

અટલ સમાચાર,ડેસ્ક

સુરત બાળ આયોગે રિંગરોડ વિસ્તારમાં આવેલ મિલેનિયમ માર્કેટમાં દરોડા પાડી મજૂરી કરતા 5 બાળકોને છોડાવાયા હતા. તો અન્ય 4 બાળકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. છોડાવાયેલા બાળક મામલે દુકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી બાળ શ્રમ આયોગ દ્વારા કરવામાં આવી રહી છે. સુરતના કાપડ ઉધોગમાં સૌથી વધુ બાળકો મજૂરી કરે છે અને તે પણ રાજસ્થાન સહીત અનેક રાજ્યના બાળકો મજૂરી કરે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુરતના રિંગરોડની મિલેનિયમ માર્કેટ ખાતે પોંહચીને બાળ મજૂરી કરતા 5 બાળકોને છોડાવ્યા હતા. જેમાં એક બાળક રાજસ્થાન અને 4 બાળક ઝારખંડના હોવાની વિગત સામે આવી હતી, જોકે બાળ શ્રમ આયોગને જોઈને રાજસ્થાનના 4 બાળકોને દુકાનદાર દ્વારા ભગાડી મુકવામાં આવ્યા હતા. શ્રમ આયોગ ધ્વારા બાળકો પાસે મજૂરી કરાવતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

આ વાત વાયુવેગે પ્રસરતા કાપડ માર્કેટમાં સનસનાટી મચી જવા પામી છે. કારણકે, કાપડ માર્કેટમાં મોટી સંખ્યામાં બાળકો મજૂરી કામ કરે છે ત્યારે શ્રમ આયોગ અત્યાર સુધી રેડ નથી કરતી પણ રાજસ્થાન શ્રમ આયોગની રેડ બાદ પોતાની કામગિરી બતાવવા માટે દરોડાની કામગીરી શરુ કરી છે.