સુરત: લગ્ન હેતુથી જવાન અને સિંગર વચ્ચે શરીર સંબંધ, અન્ય સગાઇથી ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક સુરતની ઓર્કેસ્ટ્રા સિંગર અને ભાવનગરના આર્મીમેન સાથે આંખ મળી ગઈ હતી. જે બાદમાં લગ્નની લાલચ આપી સુંવાલી અને ડુમસ બીચ પર લઈ જઈને આર્મીમેને યુવતી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ યુવતીને લગ્નની ના કહીને અન્ય યુવતી સાથે સગાઇ કરી લેતા યુવતીએ જવાન વિરૂધ્ધ હજીરા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી
 
સુરત: લગ્ન હેતુથી જવાન અને સિંગર વચ્ચે શરીર સંબંધ, અન્ય સગાઇથી ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક

સુરતની ઓર્કેસ્ટ્રા સિંગર અને ભાવનગરના આર્મીમેન સાથે આંખ મળી ગઈ હતી. જે બાદમાં લગ્નની લાલચ આપી સુંવાલી અને ડુમસ બીચ પર લઈ જઈને આર્મીમેને યુવતી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ યુવતીને લગ્નની ના કહીને અન્ય યુવતી સાથે સગાઇ કરી લેતા યુવતીએ જવાન વિરૂધ્ધ હજીરા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને ઓર્કેસ્ટ્રા સિંગર તરીકે કામ કરતી યુવતીની ઓળખ 2018માં એક કાર્યક્રમ દરમિયાન મૂળ ભાવનગર, તળાજાના નેરીયા ગામના વતની હરપાલસિંહ સહદેવસિંહ ગોહિલ સાથે થઈ હતી. હરપાલસિંહે તેણીનો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે ફેસબુક અને મોબાઈલ પર વાતચીતનો સિલસિલો શરૂ થઇ ગયો હતો. દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પાંગરતાં તેઓ એકબીજાને અવારનવાર મળવા લાગ્યા હતા.

હરપાલસિંહે યુવતીને લગ્નની લાલચ આપીને સુંવાલી તથા ડુમસ બીચ પર લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. વારંવાર શરીરસુખ માણ્યા બાદ હરપાલસિંહે તેણીને દગો આપી બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. આ અંગેની જાણ આ યુવતીને થતાં તેની સાથે થયેલી છેતરપિંડી અંગે તેણી આર્મી જવાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે ગુનો નોંધી હરપાલસિંહની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.