સુરત: પિતરાઈ ભાઈએ પેટમાં લાત મારી, આંતરડા ફાટી જતાં યુવકનું કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અનેક બનાવો સામે આવતાં રહે છે. સચિનમાં પિતરાઈ ભાઈએ પેટમાં લાત મારતા આંતરડા ફાટી જવાથી ભાઈનું મોત નીપજ્યું હતું. કલર કામ કરી રોજગારી મેળવતો મૃતકન યુપીવાસી 15 દિવસ પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો. પેટમાં દુખાવાની ફરિયાદ થતા તેને બારડોલી ખાતે રહેતા તેના વતનનાં એક યુવક પાસે ગયો હતો.
 
સુરત: પિતરાઈ ભાઈએ પેટમાં લાત મારી, આંતરડા ફાટી જતાં યુવકનું કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અનેક બનાવો સામે આવતાં રહે છે. સચિનમાં પિતરાઈ ભાઈએ પેટમાં લાત મારતા આંતરડા ફાટી જવાથી ભાઈનું મોત નીપજ્યું હતું. કલર કામ કરી રોજગારી મેળવતો મૃતકન યુપીવાસી 15 દિવસ પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો. પેટમાં દુખાવાની ફરિયાદ થતા તેને બારડોલી ખાતે રહેતા તેના વતનનાં એક યુવક પાસે ગયો હતો. જેથી તેને સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાતા તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સચિન સિમેન્ટ ફેકટરી નજીક પિતરાઈ ભાઈએ પેટમાં લાત મારતા આંતરડા ફાટી જવાથી ભાઈનું મોત નીપજ્યું હતું. ગત 12મીની સાંજે આ ઘટના બની હતી. મૃતક સતેન્દ્ર બાલ કરણસિંગ મૂળ યુપીનો રહેવાસી છે અને પરિણીત છે. સતેન્દ્રને 5 વર્ષનો બાળક પણ છે. જેઓ વતન યુપીમાં રહે છે.

સતેન્દ્ર તેના પિતરાઈ ભાઈ કોમલ સાથે સુરતમાં રહેતો હતો અને કલર કામ કરી રોજગારી મેળવી લેતો હતો. સતેન્દ્રના સ્વજને જણાવ્યું કે મંગળવારની સાંજે સતેન્દ્ર બારડોલી મારી રૂમ પર આવ્યો હતો પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા તેને સરદાર હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે સરદાર હોસ્પિટલમાં સોનોગ્રાફી થતા સતેન્દ્રના આંતરડા ફાટી ગયા હોવાનું બહાર આવ્યું હતું. હકીકત બહાર આવ્યા બાદ સતેન્દ્રને તાત્કાલિક સારવાર માટે 108માં સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરી દેવાયો હતો. જ્યા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.