સુરત: D-Martના કર્મચારીને કોરોના, પરિવારના ચાર સભ્યોમાં લક્ષણો દેખાયા

અટલ સમાચાર,સુરત સુરતમાં પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. બે દિવસ પહેલા પાંડેસરાના ડી-માર્ટમાં કામ કરતા યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સુરત તંત્ર દોડતું થયું છે. પણ હાલ આ દર્દીના પરિવારજનોના કેસને કારણે તંત્રની કામગીરી વધી છે. જે યુવકનો કેસ પોઝિટિવ આવ્યો હતો તેના પરિવારજનોને એ જ સમયે ક્વોરેન્ટાઈન કરાયા હતા. પરંતુ
 
સુરત: D-Martના કર્મચારીને કોરોના, પરિવારના ચાર સભ્યોમાં લક્ષણો દેખાયા

અટલ સમાચાર,સુરત

સુરતમાં પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. બે દિવસ પહેલા પાંડેસરાના ડી-માર્ટમાં કામ કરતા યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સુરત તંત્ર દોડતું થયું છે. પણ હાલ આ દર્દીના પરિવારજનોના કેસને કારણે તંત્રની કામગીરી વધી છે. જે યુવકનો કેસ પોઝિટિવ આવ્યો હતો તેના પરિવારજનોને એ જ સમયે ક્વોરેન્ટાઈન કરાયા હતા. પરંતુ હવે આ પરિવારના ચાર સભ્યોમાં કોરોનાના લક્ષણો દેખાયા છે. તેથી તેઓને ક્વોરેન્ટાઈનમાંથી કાઢીને હવે આઈસોલેશનમાં શિફ્ટ કરાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા પરિવારના સભ્યોને ક્વોરેન્ટાઈનમાં મૂકયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા તેઓને સમરસ હોસ્ટેલના ક્વોરેન્ટાઈન વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પરિવારના 4 સભ્યોમા કોરોના શંકાસ્પદ લક્ષણ દેખાતા તમામને નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાવમાં આવ્યા છે. ચારેય પરિવારજનોના નમૂના લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા છે.