સુરતના માંડવીમાં દારુ પીધા બાદ આધેડે બીડી પીધીઃ કચરા સાથે સળગી ગયો

અટલ સમાચાર,સુરત સુરત જિલ્લામાં દારુના નશાની વિપરીત અસરથી આધેડનું મોત થયાનું સામે આવ્યું છે. માંડવી તાલુકાના ગામે દારુ પીધા બાદ આધેડે બીડી સળગાવી હતી. બીડી પીધા બાદ કચરામાં નાખી તો ઘડીવારમાં કચરા સાથે આધેડને આગની જ્વાળાઓ લાગી ગઈ. જોતજોતામાં આધેડ સળગી ગયો અને આખરે મોતને ભેટ્યો હતો. માંડવી તાલુકાના ખેડપુરા ગામે દારૃની લતમાં આધેડે અજાણતા
 
સુરતના માંડવીમાં દારુ પીધા બાદ આધેડે બીડી પીધીઃ કચરા સાથે સળગી ગયો

અટલ સમાચાર,સુરત

સુરત જિલ્લામાં દારુના નશાની વિપરીત અસરથી આધેડનું મોત થયાનું સામે આવ્યું છે. માંડવી તાલુકાના ગામે દારુ પીધા બાદ આધેડે બીડી સળગાવી હતી. બીડી પીધા બાદ કચરામાં નાખી તો ઘડીવારમાં કચરા સાથે આધેડને આગની જ્વાળાઓ લાગી ગઈ. જોતજોતામાં આધેડ સળગી ગયો અને આખરે મોતને ભેટ્યો હતો.

માંડવી તાલુકાના ખેડપુરા  ગામે દારૃની લતમાં આધેડે અજાણતા અગનપછેડી ઓઢવી પડી હતી. ગામમાં દારુ પીને કચરા પાસે આધેડ બીડી પીવા બેઠો હતો. બીડી પીધા બાદ નજીકમાં ફેંકી દીધી હતી. બીડી થોડી સળગી હોઈ પલવારમાં કચરામાં અગ્ની પહોંચતા ભડકો થયો હતો. કચરામાં બેઠેલ આધેડને જોતજોતામાં આગની જ્વાળાઓ વિંટળાઈ વળી હતી.

નજીકના લોકો આધેડને બચાવવા જાય તે પહેલા નશામાં ચકચૂર આધેડનું શરીર સળગી ગયું હતું. અકસ્માતે મોતને પગલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.