સુરત: ગરમીથી બચવા તળાવમાં ન્હાવા ગયેલા 2 સગા ભાઇઓના મોત

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં સચિન વિસ્તરમાં રહેતા બે ભાઈ ગરમીમાં રાહત માટે તળાવમાં ન્હાવા ગયા હતા જે બાદ ડૂબી ગયા હતા. જોકે, ઘરે પરત નહિ ફરતા પરિવારે શોધ કરતા આ બંને ભાઈ તળાવમાં ન્હાવા ગયા હોવાની વિગત સામે આવતા ફાયરની મદદથી શોધખોળ શરૂ કરી હતી. જે બાદ બંને ભાઈનાં મૃતદેહ તળાવમાંથી મળી આવતા પરિવાર શોકમાં
 
સુરત: ગરમીથી બચવા તળાવમાં ન્હાવા ગયેલા 2 સગા ભાઇઓના મોત

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં સચિન વિસ્તરમાં રહેતા બે ભાઈ ગરમીમાં રાહત માટે તળાવમાં ન્હાવા ગયા હતા જે બાદ ડૂબી ગયા હતા.  જોકે, ઘરે પરત નહિ ફરતા પરિવારે શોધ કરતા આ બંને ભાઈ તળાવમાં ન્હાવા ગયા હોવાની વિગત સામે આવતા  ફાયરની મદદથી શોધખોળ શરૂ કરી હતી. જે બાદ બંને ભાઈનાં મૃતદેહ તળાવમાંથી મળી આવતા પરિવાર શોકમાં  ગરકાવ થઇ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના સચિન વિસ્તારમાં આવેલા ગભેણી રોડ પર રામેશ્વર કોલોનીમાં રહેતા 17 વર્ષીય ફિરોઝ અકબર અલી અન્સારી અને તેનો 15 વર્ષીય ભાઈ મેરાજ કાળઝાળ ગરમીમાં ઠંડક મળે તે માટે ઘર નજીક આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા.  ત્યારે તે પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. ફિરોઝ અને મેરાજ ઘરે પહોંચ્યા ન હતા. જેથી તેના પરિવારના સભ્યો  અને આજુબાજુના લોકોએ બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી હતી. તે સમયે તળાવના કિનારે બંનેના કપડાં અને મોબાઇલ મળી આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ અંગે પોલીસને જાણ કરતાં તેમની ટીમ ઘટના સ્થળે તરત જ આવી ગઇ હતી. બાદમાં ગામના લોકોએ ઘટનાની જાણકારી ફાયર વિભાગને આપતા ફાયરનો કાફલો બનાવવાળી જગ્યા પર પહોંચીને તપાસ  શરુ કરી હતી. ત્યારે તળાવમાં શોધખોળ કરતા બન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. બંને ભાઈઓના પિતા મજૂરી કામ કરે છે. આ અંગે સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.