સુરત: શ્રમિકોનો વતનમાં જવાની માંગ સાથે ફરી હોબાળો, પોલીસે મામલો થાળે પડ્યો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને હરાવવા માટે હાલ દેશ સહિત વિદેશમાં પણ લોડકાઉનની સ્થિતિ છે. ત્યારે ડાયમંડ નગરી સુરતમાં ફરી એકવાર સુરતમાં લૂમ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો આજે ફરીવાર વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે દેશમાં લૉકડાઉનની સ્થિતિ હોવાથી કેટલાક ધંધા-રોજગાર બંધ થઇ ગયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
સુરત: શ્રમિકોનો વતનમાં જવાની માંગ સાથે ફરી હોબાળો, પોલીસે મામલો થાળે પડ્યો

અટલ સમાચાર,ડેસ્ક 

કોરોના વાયરસને હરાવવા માટે હાલ દેશ સહિત વિદેશમાં પણ લોડકાઉનની સ્થિતિ છે. ત્યારે ડાયમંડ નગરી સુરતમાં ફરી એકવાર સુરતમાં લૂમ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો આજે ફરીવાર વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે દેશમાં લૉકડાઉનની સ્થિતિ હોવાથી કેટલાક ધંધા-રોજગાર બંધ થઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લૂમ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતના પળોરમાં રહેતા કારીગરો આજે ફરીએકવાર રસ્તા પર ઉતરી આવ્યા હતી. જ્ઞરસ્તા પર આવેલા શ્રમિકોએ પોતાના ઘરમાં રાશન ખલાસ થઇ ગયું છે. વતનમાં જવું છે તેવી માગણી ઉચ્ચારીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, આ ઘટના અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશન થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મામલો વધુ બીચકાય તે પહેલા સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો.

મુંબઇના બાદ્રા ખાતે ગઇકાલે મોટી સંખ્યામાં મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ સાથે અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરોએ પોતાના વતન જવા માટેની પણ માગ ઉચ્ચારી હતી. ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રોજના 100 જેટલા કેસ સામે આવી રહ્યા છે ત્યારે પરપ્રાંતિયો કોરનાની ગંભીરતા સમજી નથી રહ્યા અને વારંવાર રસ્તા ઉપર ઉતરી આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સુરતમાં યુપી-બિહારના 2500થી વધુ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

આવા એક બે નહીં પરંતુ 2500થી વધારે લોકો હોવાનું સ્થાનિક ND સાજીડે જણાવ્યું હતું. આ સમગ્ર વિસ્તાર મજૂર, નોકરિયાત વર્ગથી ભરેલો છે. પરંતુ કોઇ સામાજિક સંસ્થાઓ અહીંયા રાહત સામગ્રી કે અનાજ કીટ લઇને આવતી ન હોવાનું જણાવ્યું હતું.