સુરત: લોકડાઉનમાં આર્થિક ભીંસથી કંટાળી હીરા કારીગરે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને લઇને લૉકડાઉન ચાલી રહ્યું છે. આવા સમયે મધ્મમવર્ગ વર્ગ અને નોકરિયાત વર્ગની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. કારણકે પહેલા 21 દિવસ અને હવે 19 દિવસનું લૉકડાઉન હોવાને લઇને એક બાજુ રોજગાર નથી અને બીજી બાજુ પરિવારનું ગુજરાન ચલાલવા માટે રુપિયા નથી. જેને લઇને સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં
 
સુરત: લોકડાઉનમાં આર્થિક ભીંસથી કંટાળી હીરા કારીગરે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને લઇને લૉકડાઉન ચાલી રહ્યું છે. આવા સમયે મધ્મમવર્ગ વર્ગ અને નોકરિયાત વર્ગની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. કારણકે પહેલા 21 દિવસ અને હવે 19 દિવસનું લૉકડાઉન હોવાને લઇને એક બાજુ રોજગાર નથી અને બીજી બાજુ પરિવારનું ગુજરાન ચલાલવા માટે રુપિયા નથી. જેને લઇને સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીએ આર્થિક સંકડામણને લઇને પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસનું સંક્રમણના ફેલાય તે માટે તંત્ર દ્વારા લૉકડાઉન આપવામાં આવ્યુ છે. આ લૉકડાઉન વચ્ચે સૌથી વધુ મુશ્કેલી નોકરિયાત વર્ગ અને ગરીબોને થઈ રહી છે. ધંધા-રોજગાર બંધ છે અને તેમની પાસે એટલા રૂપિયા નથી કે પરિવારનું ગુજરાન ચલાવી શકે. આવા લોકો હાલમાં આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. કોરોના યોદ્ધાને સંક્રમણના ના થાય તે માટે ગુજરાતમાં સેનિટાઈઝર બસ ખુલ્લી મુકવામાં આવી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી હરીહર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય તરુણભાઈ મૈસુરીયા ડાયમંડની ઓફિસમાં નોકરી કરતા હતા.

હાલ લોકડાઉનને કારણે ઘરે જ હોવાથી નાણાંકીય તકલીફ અનુભવતા હતા. ઘરખર્ચ કરવો પણ ખૂબ મુશ્કેલ થઈ પડતાં આ યુવાન છેલ્લા કેટલાક દિવસથી માનસિક તાણ અનુભવતો હતો. ગતરોજ આવેશમાં આવીને પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારને ઘટનાની જાણકારી મળતા તેમણે તાત્કાલિક પોલીસ મથકે દોડી ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.