આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

દેશમાં કોરોના કહેર વચ્ચે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે શ્રમકો સહિત ગરીબોની હાલત કફોડી જોવા મળી રહી છે. જો કે લોકડાઉન વચ્ચે સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોને મદદ કરવા ડાયમન્ડ એસોસિયન વહારે આવ્યું છે.દેશભરમાં કોરોના વાયરસને લઈને દેશમાં 21 દિવસનો લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉનને લઈને ગરીબોની હાલત કફોડી બની ગઈ છે. જો કે સુરત ડાયમન્ડ એસો રત્નકલાકારોની વહારે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત ડાયમન્ડ એસોસિયશન દ્વારા 12 હજારથી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ કીટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ડાયમન્ડ એસોસિયેશન દ્વારા આપવામાં આવી રહેલ કીટમાં ઘઉંનો લોટ, ચોખા, તુવેરદાલ, સીંગતેલ અપાય છે. રાજ્યમાં ગરીબો અને શ્રમિકોને લઇને સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એસોસિયેશન દ્વારા આપવામાં ચાર વ્યક્તિઓને 15 દિવસ ચાલે એટલું રાશન આપવામાં આવે છે.હીરા ઉદ્યોગકારોના સહયોગથી રાશન વિતરણ ચાલી રહ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

1 COMMENT

  1. સુરતડાયમનવાળા ને 2 એપ્રીલે મેસજમોકલેલસે પણ એના નંબર જ એટલા સે કે કયાનબરથી કીટલખાવવિ મધ્યમ વરગનોતો મરોસે. સેઠલોકોતો ઉભીપુસડીયે કયા ભાગી ગયા 1મહીનોથયો પણ કાઇ ફોન પણ નથીઆવતામારુ કેવાનુસેકેરુપાણીસાહેબ કોય પણ યુનીટ સલાવતા સેઠ પોતાના કારીગરને લોકડાઉનમા કારીગરનેકીટ આપે તથા ફીકસ કારીગરને ખાતામાં પગારનાખે તો ગુજરાત સરકારને મજબુતીમળસે આમેજ રુપાણી સાહેબનેમોકલો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code