આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

સુરત શહેરના લગભગ 65 લાખ લોકોને રોજિંદા શાકભાજી પૂરા પાડવાની વ્યવસ્થા જોઇએ તો એપીએમસી સરદાર માર્કેટમાં પ્રતિદિન સવારે આશરે 1,300થી 1,400 ટન શાકભાજીની હરાજી થાય છે. ત્યાંથી શાક સામાન્ય માણસ સુધી પહોંચે છે. પણ, બે દિવસ પૂર્વે બન્યું એવું કે સરદાર માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાના કારણે બે વ્યક્તિ વચ્ચે ત્રણ મીટરનું અંતર રાખવાના નિયમનો ભંગ થતો હોવાની વાતને ધ્યાને લઈ પોલીસ કમિશનરે સરદાર માર્કેટ બંધ કરવાનો આદેશ જારી કરી દીધો. કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાથી ભારે ઉહાપોહ થયો. આખરે ગણતરીના કલાકોમાં જ વહીવટી તંત્રને થૂંકેલું ચાટવું પડ્યું હતું અને આદેશમાં થોડો ફેરફાર કરી સરદાર માર્કેટ ચાલુ રાખવાનો બીજો આદેશ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ વહીવટી આંટીધૂંટીમાં બે દિવસ પસાર થઈ ગયા પરિણામ એ આવ્યું કે સામાન્ય માણસે મોંઘવારીનો માર સહન કરવાનો વખત આવ્યો હતો. સામાન્ય સંજોગોમાં જે શાકભાજીના ભાવ હતા તેના કરતા બમણા કે ત્રણ ગણા ભાવ વસૂલવામાં આવતા હતા. દાખલા તરીકે ટમેટાં 20 રૂપિયે કિલો વેચાતા હતા તેના 60 રૂપિયા થઈ ગયા હતા. આ ઉપરાંત બટાટાં 30 રૂપિયે કિલો વેચાતા હતા તેના 50થી 60 રૂપિયા થઈ ગયા. અન્ય શાકભાજી પણ સામાન્ય સંજોગોમાં 30 કે 40 રૂપિયે કિલો મળતા હતા તે અત્યાર 60થી 80 રૂપિયે કિલો મળવા માંડ્યા છે.

સ્થિતિ રાબેતા મુજબની બનતા હજુ પણ બે દિવસનો સમય લાગી જશે. તેવા સંજોગોમાં હજુ પણ શાકભાજીના ભાવો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. વહીવટી તંત્રની શાકભાજીના વિતરકો પર જાણે કે કોઈ પક્કડ જ ન હોય તેમ જેમ મન ફાવે તેમ ભાવ લેવામાં આવે છે આમ છતાં તેની સામે કાયદાનો કોરડો વીંઝનારું કોઈ અત્યાર સુધીમાં જોવા મળ્યું નથી. આવી સ્થિતિમાં શાકભાજીના ભાવો નિયંત્રણમાં રહે તે માટે પણ વહીવટી તંત્ર કોઈ વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code