આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુરત

સોમવારે રાત્રે સુરતના સચિન ઓવરબ્રિજ પર લોખંડના એંગલ ભરેલા ટ્રેલરમાં એક કાર ઘડાકાભેર ઘૂસી ગઈ હતી. જેમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ભારે જહેમત બાદ મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવકે અકસ્માતની 10 મિનિટ પહેલાં પત્નીને ફોન કરી જમવાનું તૈયાર રાખવાનું કહ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે સીટીલાઈટ વિસ્તારમાં આવેલા સૂર્યા પેલેસમાં પ્રતિક સૂર્યકાત પટેલ (ઉ.વ.33) પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ તે કારમાં (GJ-21-AQ-6116) ભરૂચથી પલસાણા થઈને સીટીલાઈટમાં આવેલા ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન સચિન ઓવરબ્રિજ પર લોખંડની એંગલ ભરેલા ટ્રેલરમાં તેની કાર ઘૂસી ગઈ હતી. ટ્રેલર સાથે અકસ્માતમાં કારની ઉપરની સાઈડનો ભાગ કપાઈને 100 ફૂટ દૂર પડ્યો હતો. જ્યારે કાર ચાલક પ્રતિકનું માથું છૂંદાય ગયું હતું. પ્રતિક બાજુની સીટ પર ઢળી પડ્યો હતો.

ઘટનાની જાણ થતા પ્રતિકના મામા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસની મદદથી ભારે જહેમતે કારમાં ફસાઈ ગયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રતિકે અકસ્માતના પાંચ મિનિટ પહેલાં ફોન કરીને પત્નીને કહ્યું હતું કે, ‘હું 10 મિનિટમાં ઘરે પહોંચું છું. જમાવાનું તૈયાર રાખજે.” જોકે, મહિલાનો પતિ ઘરે આવ્યો જ ન હતો! અકસ્માતના સમાચાર મળતા જ પ્રતિકની ઓસ્ટ્રેલિયા રહેતી બહેન વતન આવવા નીકળી ગઈ છે. હાલ પ્રતિકના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. બહેન આવ્યા બાદ પ્રતિકના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

24 Sep 2020, 11:45 AM (GMT)

COVID-19 Global Stats

32,389,290 Total Cases
986,946 Death Cases
23,898,556 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code