સુરત: પત્નીને આડા સબંધ હોવાના વહેમમા પતિએ દીકરીની હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક સુરત જિલ્લા ના માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક શાળા સામે રહેતા પરિવારમાં પતિ કામ અર્થે બહાર રહેતો હોય, પતિની ગેરહાજરીમાં પત્ની કોઈ અન્ય સાથે આડા સબંધ રાખતી હોવાના વહેમમાં અને જેમાં દોઢ વર્ષથી નાની દીકરી આડાસંબંધની જ હોવાનો વહેમ રાખી પત્ની સાથે વારંવાર ઝઘડો કરતો હતો. આ ઝઘડામાં અવારનવાર દોઢ વર્ષની
 
સુરત: પત્નીને આડા સબંધ હોવાના વહેમમા પતિએ દીકરીની હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

સુરત જિલ્લા ના માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક શાળા સામે રહેતા પરિવારમાં પતિ કામ અર્થે બહાર રહેતો હોય, પતિની ગેરહાજરીમાં પત્ની કોઈ અન્ય સાથે આડા સબંધ રાખતી હોવાના વહેમમાં અને જેમાં દોઢ વર્ષથી નાની દીકરી આડાસંબંધની જ હોવાનો વહેમ રાખી પત્ની સાથે વારંવાર ઝઘડો કરતો હતો. આ ઝઘડામાં અવારનવાર દોઢ વર્ષની દીકરીને પોતાની દીકરી નહિ હોવાનું કહી તેને માર મારતો હતો. શનિવારના રાત્રિના પણ પત્ની સાથે આ બાબતે ઝઘડો કર્યો હતો અને પત્નીને માર માર્યો હતો. જેથી દોઢ વર્ષની પુત્રી રડતા આવેશમાં આવી પિતાએ પુત્રીને જમીન પર પછાડી હત્યા કરી ભાગી ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાવની વિગત એવી છે કે તરસાડી પ્રાથમિક શાળા પાસે રહેતો જયેશ મંગાભાઇ વસાવા પોતે મહારાષ્ટ્ર વિસ્તારમાં માછલા પકડવાની મજૂરી કામ કરે છે, અને પરિવારથી દસ-પંદર દિવસ દૂર રહે છે. હાલમાં થોડા દિવસ પહેલાં જ માછલા પકડવાની મજૂરી કામ કરીને ઘરે પરત આવ્યો હતો. ઘરે આવીને તેણે પોતાની પત્ની કાજલબેન સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. પત્ની પર વહેમ રાખીને તેને કહેતો હતો, તારો કોઈની સાથે આડો સંબંધ છે, અને દોઢ વર્ષની વૈશાલી પણ મારી દીકરી નથી, તે બીજાની છે.

આમ પત્ની ઉપર ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કરતો અને તેની સાથે મારામારી પણ કરતો હતો. નાની દીકરી
વૈશાલીને પણ આ બાબતે માર મારતો હતો. બે દિવસ પહેલા જ્યારે કાજલ ઘરમાં ખાવાનું બનાવતી હતી, ત્યારે ફરી પોતાની પત્ની કાજલ સાથે ખોટા વહેમમાં બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. અને આજે હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી કાજલને માર માર્યો હતો. જેથી નાની દીકરી વૈશાલી રડવા લાગી હતી. દિકરી રડવા લાગતા જયેશ વસાવા ગુસ્સામાં આવીને વૈશાલીના ગાલ પર બે ચાર તમાચા મારી દીધા હતા. અને જોરથી જમીન પર પછાડી હતી. પિતા હેવાન બનીને દોઢ વર્ષની બાળકીને માર મારતા બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી.

રવિવારે માતા કાજલ ઉઠી હતી અને જોયું હતું કે પતિ જયેશ ઘરમાં હાજર ન હતો અને બાજુમાં સૂતેલી દોઢ વર્ષની દીકરી ને ઉઠાવવાની કોશિશ કરી હતી. પરંતુ દીકરીના ઉઠતા દીકરીના મોઢા ઉપર અને શરીર ઉપર મારવાના નિશાન જોયા હતા. દીકરીને તપાસતા મરણ થયેલ માલુમ પડ્યું હતું. પિતા ક્રૂરતાની હદ વટાવી બાળકીની હત્યા કરી ભાગી ગયો હતો. જે અંગે બાજુમાં રહેતા નણંદ અને ફળિયાના લોકોને મોબાઈલ જાણ કરતા તે લોકોએ કોસંબા પોલીસને ઘટના અંગેની જાણ કરી હતી. પોલીસે માતા કાજલની ફરિયાદ લઇ જયેશ વસાવા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી કોસંબા પોલીસે વધુ તપાસ હાથધરી.