સુરતઃ ફેસબુકમાં જાહેરાત જોઇ થાળીનો ઓર્ડર કર્યો, ખાતામાંથી 50 હજાર ગુમ

અટલ સમાચાર, ડેસ્ક સુરતના પાંડેસરા વિસ્તારમાં ગોપાલ નગરમાં રહેતો અને દરજી કામ કરતા નિતીન સાકરલાલ કાંગરીવાલા ગત તા. 30 એપ્રિલના રોજ પોતાનું ફેસબુક આઇડી જોઇ રહ્યો હતો. ત્યારે ફેસબુક પર 3seventy kitchen નામની સાઇટ પર ઓનલાઇન ફુડ ઓર્ડર કરવાથી રૂપિયા 200માં એક થાળી પર બે થાળી ફ્રી હોવાની જાહેરાત વાંચી ઓર્ડર બુક કરાવવા કોલ કર્યો
 
સુરતઃ ફેસબુકમાં જાહેરાત જોઇ થાળીનો ઓર્ડર કર્યો, ખાતામાંથી 50 હજાર ગુમ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગોપાલ નગરમાં રહેતો અને દરજી કામ કરતા નિતીન સાકરલાલ કાંગરીવાલા ગત તા. 30 એપ્રિલના રોજ પોતાનું ફેસબુક આઇડી જોઇ રહ્યો હતો. ત્યારે ફેસબુક પર 3seventy kitchen નામની સાઇટ પર ઓનલાઇન ફુડ ઓર્ડર કરવાથી રૂપિયા 200માં એક થાળી પર બે થાળી ફ્રી હોવાની જાહેરાત વાંચી ઓર્ડર બુક કરાવવા કોલ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ નંબર પર વાત કરનારે ઓર્ડર પૈકીના રૂપિયા 10 ડેબિટ કાર્ડથી અને રૂા. 200 કેશ ઓન ડિલીવરી આપવાના રહેશે એમ કહી ટેક્સ મેસેજથી એક લીંક મોકલાવી હતી. નિતીને લીંક ઓપન કરી ડેબિટ કાર્ડનો 16 આંકડાનો નંબર અને સીવીવી નંબરની ડિટેઇલ ભરતાઠગો દ્વારા વધુ એક લીંક મોકલાવી હતી.લઆ લીંક પર નિતીને ક્લીક કરતા વેંત મોબાઇલ ફોનમાં એક એપ્લીકેશન ઇન્સ્ટોલ થઇ હતી અને એપ્લીકેશન ઓપન કરતા ટાર્ગેટ ફોન નંબરનું ઓપ્શન આવ્યું હતું. જેમાં નિતીને પોતાનો નંબર નાંખતા ઓર્ડર કન્ફર્મનો મેસેજ આવ્યો હતો.

ત્યાર બાદ એક પછી એક રૂા. 9999ના ચાર ટ્રાન્જેક્શન થકી રૂપિયા 39,996 અને ત્યાર બાદ વધુ રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 49,996ની મત્તા ભેજાબાજે તફડાવી લીધી હતી જોકે નીતિનને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઇ છે જેને લઇને ગતરોજ તાતકાલિક પાંડેસરા પોલીસ મથકે દડી ગયો હતો ને આ મામલે ગુનો નોંધાવી યો હતો જોકે પોલીસે આ મામલે નીતિની ફરિયાદ ના આધારે તપાસ શરુ કરી છે જેથી આ અંગે નિતીને આજ રોજ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.