સુરત: નવરાત્રીમાં એકતરફી પ્રેમમાં પાગલ બન્યો યુવક, યુવતીએ ના કહેતા મામલો પોલીસમાં

અટલ સમાચાર, સુરત નવરાત્રી દરમિયાન અનેક યુવક-યુવતીઓની આંખ મળતી હોય છે. ઘણા કિસ્સામાં આ સંબંધો લગ્નમાં પણ પરિણમતા હોય છે. પરંતુ આ આ દરમિયાન થયેલી ઓળખાણ ક્યારેક પરેશાનીનું પણ કારણ બનતી હોય છે. સુરતમાં નવરાત્રી દરમિયાન થયેલી ઓળખાણ બાદ એક યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પડ્યો હતો. જે બાદમાં યુવકે યુવતીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
 
સુરત: નવરાત્રીમાં એકતરફી પ્રેમમાં પાગલ બન્યો યુવક, યુવતીએ ના કહેતા મામલો પોલીસમાં

અટલ સમાચાર, સુરત

નવરાત્રી દરમિયાન અનેક યુવક-યુવતીઓની આંખ મળતી હોય છે. ઘણા કિસ્સામાં આ સંબંધો લગ્નમાં પણ પરિણમતા હોય છે. પરંતુ આ આ દરમિયાન થયેલી ઓળખાણ ક્યારેક પરેશાનીનું પણ કારણ બનતી હોય છે. સુરતમાં નવરાત્રી દરમિયાન થયેલી ઓળખાણ બાદ એક યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પડ્યો હતો. જે બાદમાં યુવકે યુવતીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

યુવતીએ યુવકનો પ્રસ્તાવ નકારી દેતા યુવતી નોકરી કરતી હતી તે જગ્યાએ યુવક પહોંચી ગયો હતો અને હંગામો કર્યો હતો. જે બાદમાં આખો મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. નવરાત્રી પહેલા સુરતમાં અનેક ગરબા ક્લાસીસ શરૂ થતા હોય છે. જે પ્રમાણે વરાછા વિસ્તારમાં રહેલી એક યુવતીને ગરબા ક્લાસમાં યશ કમલેશ નાયક સાથે મિત્રતા થઈ હતી. જે બાદમાં બંને ફોન પર વાતો પણ કરતા હતા. નવરાત્રી દરમિયાન આ સિલસિલો શરૂ રહેતા યશ આ યુવતીના એક તરફી પ્રેમમાં પડી ગયો હતો. યુવતીને આ વાતને ખબર પડતા તેણે યશ સાથેના સંબંધો કાપી નાખ્યા હતા.

યશ ઉંમરમાં યુવતી કરતા નવ વર્ષ નાનો હતો. જોકે, યશ અહીંથી અટક્યો ન હતો અને તેણે યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. જે બાદમાં યુવતી જે બેંકમાં નોકરી કરતી હતી ત્યાં યશ પહોંચી ગયો હતો અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વાત અહીંથી અટકી ન હતી અને ગત તા. 7મી ઓક્ટોબરના રોજ ખાનગી બેંક ખાતે પહોંચી ગયો હતો અને યુવતીને મારી સાથે લગ્ન કરવા છે કે નહીં? તેવું કહીને ધમાલ કરી હતી. આજ દિવસે યશ બપોર પછી ફરીથી બેંક ખાતે આવ્યો હતો અને યુવતી પાસેથી મોબાઇલ ફોન ઝૂટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બેંકનો સ્ટાફ વચ્ચે પડ્યો હતો. આ મામલે યુવતીએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.