આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુરત

સુરતમાં કિન્નરોનો દાદગીરીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં ગોડદરાનાં એક ઘરમાં પુત્રનો જન્મ થયો છે. જે બાદ કિન્નરો દાપું લેવા આવ્યાં હતાં. જેમાં તેમને દાપું ઓછું લાગતા પુત્રના પિતાને માર મારીને અર્ધનગ્ન થઇ ગયા હતાં. આ દરમિયાન બે કિન્નરોએ પિતાનું માથું દિવાલ સાથે અથાડતા ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર છે તેથી આઇસીયુમાં ખસેડ્યો હતો.

સુરતની ગોડાદરા માનસરોવર સોસાયટી ખાતે રહેતા 32 વર્ષનાં ગેહરીલાલ કસ્તુરી ખટીક પાનનો ગલ્લો ચલાવે છે. ગેહરીલાલ કસ્તુરી ખટીકને ત્યાં સંતાનમાં બે પુત્રીઓ છે અને તા.31મી ઑગસ્ટનાં રોજ તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. જેની જાણ કિન્નરોને થતા મંગળવારે સવારે એક રિક્ષામાં બે કથિત કિન્નરો તેમના ઘરે આવ્યાં હતાં. તેમણે ગહેરીલાલ પાસે 21 હજાર રુપિયા દાપું માગ્યું હતું. જે બાદ પિતાએ 7 હજાર રુપિયા આપ્યાં હતાં.

જોકે આટલા દાપાથી તેઓ ખુશ ન હતાં. જેથી તેઓ અપશબ્દો બોલીને અર્ધનગ્ન થઇ ગયા હતાં. આટલેથી ન અટકતાં તેમણે પિતા ગહેરીલાલને માર પણ માર્યો હતો અને તેમનું માથું દિવાલમાં અથાડ્યું હતું. જેથી ગહેરીલાલને માથામાં ગંભીર ઇજા થતાં બેભાન થયા હતાં. આ જોતા કહેવાતા કિન્નરો ડરીને ત્યાંથી ભાગી ગયા હતાં.

જે બાદ ગહેરીલાલને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ કહ્યું હતું કે તેમની મગજની નસ ફાટી ગઇ છે. તેમની હાલત નાજુક છે. જેથી હાલ તેઓ આઇસીયુમાં દાખલ છે. ગહેરીલાલનાં પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં કિન્નરો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તે લોકો સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

20 Sep 2020, 11:13 AM (GMT)

COVID-19 Global Stats

31,216,782 Total Cases
964,723 Death Cases
22,811,642 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code