સુરત: લોકડાઉનમાં ગેરકાયદેસર સિલિન્ડર રીફિલિંગનું કૌભાંડ ઝડપાતા ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાઇરસને લઇને દેશમાં લોકડાઉન આપવામાં આવ્યુ છે, ત્યારે કેટલાક લોકો આ તકનો લાભ લઈને ગેરકાયદે પ્રવુતિ કરતા હોય છે. ત્યારે સુરત શહેરના પાંડેસરાના ગોવાલક રોડ પર પ્રોવિઝન સ્ટોર અને મની ટ્રાન્સફરની ઓફિસની આડમાં 19 લિટરના કોર્મશીયલ ગેસ સિલિન્ડરમાંથી 4 લિટરના સિલિન્ડરમાં રીફિલિંગ કરવાના બે નંબરી ધંધા પર ત્રાટકી પાંડેસરા પોલીસે કાયદેસરનો ગુનો
 
સુરત: લોકડાઉનમાં ગેરકાયદેસર સિલિન્ડર રીફિલિંગનું કૌભાંડ ઝડપાતા ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાઇરસને લઇને દેશમાં લોકડાઉન આપવામાં આવ્યુ છે, ત્યારે કેટલાક લોકો આ તકનો લાભ લઈને ગેરકાયદે પ્રવુતિ કરતા હોય છે. ત્યારે સુરત શહેરના પાંડેસરાના ગોવાલક રોડ પર પ્રોવિઝન સ્ટોર અને મની ટ્રાન્સફરની ઓફિસની આડમાં 19 લિટરના કોર્મશીયલ ગેસ સિલિન્ડરમાંથી 4 લિટરના સિલિન્ડરમાં રીફિલિંગ કરવાના બે નંબરી ધંધા પર ત્રાટકી પાંડેસરા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના સક્રમણે અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 21 દિવસ ના લોક્ડાઉન અંતર્ગત જીવન જરૃરી ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી રહે છે ત્યારે કેટલાક લોકો આવા સમયે કમાણી કરવા ગેરકાયદે પ્રવુતિ કરતા હોવાનું સામે આવ્યુ છે, ત્યારે સુરતની પાંડેસરા પોલીસને માહિતી મળી હતી કે ગોવાલક રોડ સ્થિત આર્શીવાદ સોસાયટીમાં આવેલા પ્રોવિઝન સ્ટોરમાં અનાજ-કરિયાણું ખરીદવા માટે ભારે ભીડ જામેલી હતી. જેથી ત્યાંથી પસાર થતી પાંડેસરા પોલીસે વાયરસના સંક્રમણને અટકાવવા માટે ભીડ દુર કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ જોવા મળ્યું હતું કે, દુકાનદાર નરેશ મીઠાલાલ ખત્રી દ્વારા 19 લિટરના કોર્મશીયલ ગેસ સિલિન્ડરમાંથી 4 લિટરના સિલિન્ડરમાં રીફીલીંગ કરવામાં આવી રહ્યું છે. નરેશની દુકાન ઉપરાંત બાજુમાં જ આવેલી મની ટ્રાન્સફરની ઓફિસમાં પણ ગેરકાયદે ગેસ સિલિન્ડરમાં રીફીલીંગ થતું હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતા રાજેશ અવધેશ પ્રસાદ ને અટકાયતમાં લીધો હતો. પાંડેસરા પોલીસે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી અંતર્ગત લોકોની ભીડ એક્ઠી કરવા ઉપરાંત ગેરકાયદે ગેસ રીફીલીંગ કરી લોકોના જીવને જોખમમાં મુકવા બદલ પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.