સુરત: નવા ક્લસ્ટર ઝોન જાહેર, લોકડાઉન બાદ પણ નિયમોનું પાલન કરવું પડશે

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં વધતા કોરોના પ્રકોપને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં જે વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધુ હોય તેવા વિસ્તારને તંત્ર દ્વારા કલસ્ટર ઝોન જાહેર કરવામાં આવે છે. ત્યારે સુરત શહેરમાં અલગ-અલગ ઝોનમાં નવા કલ્સટર જાહેર કરવામાં આવ્યાં છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
સુરત: નવા ક્લસ્ટર ઝોન જાહેર, લોકડાઉન બાદ પણ નિયમોનું પાલન કરવું પડશે

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં વધતા કોરોના પ્રકોપને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં જે વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધુ હોય તેવા વિસ્તારને તંત્ર દ્વારા કલસ્ટર ઝોન જાહેર કરવામાં આવે છે. ત્યારે સુરત શહેરમાં અલગ-અલગ ઝોનમાં નવા કલ્સટર જાહેર કરવામાં આવ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત શહેરમાં કોરોનાના વધુ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા નવા ક્લસ્ટર ઝોન જાહેરક રાયા છે. જેમાં શહેરના અલગ અલગ ઝોનમાં તંત્ર દ્વારા નવા ક્લસ્ટર જાહેર કરાયાં છે. સુરત શહેરના વરાછા, લંબે હનુમાન રોડ, લિંબાયત, સરથાણા, ઉધના, ગાંધીનગર અને કતારગામને ક્લસ્ટર જાહેર કરાયા છે. સુરત શહેરના મનપા કમિશનરે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

વરાછા લંબે હનુમાન રોડ ઉપર 1695 ઘરોમાં 6051 લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. જ્યારે લીંબાયત ઝોનમાં આંબેડકર નગરમાં 599 ઘરોમાં 3800 લોકોને કોરોન્ટાઇન જાહેર કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા ઉધના ઝોનમાં શાસ્ત્રીનગર અને ગાંધીનગર વિસ્તારમાં 1050 ઘરોમાં 5210 લોકો હોમ કોરોન્ટાઇન કરાયાં.

સુરત શહેરના લિંબાયતના વિવિધ વિસ્તારોમાં રહેતા 12001 ઘરોમાં 49967 લોકો કોરોન્ટાઇન કરાયાં છે જ્યારે કતારગામ ઝોનમાં 3092 ઘરોમાં 13040 લોકોને કોરોન્ટાઇનમાં ક્લસ્ટર જાહેર કરી મૂકાયાં છે. આ અંગે સુરત શહેરના મનપા કમિશ્નરે જાહરનામું બહાર પડી કલસ્ટર જાહેર કર્યાં છે. આમ સુરત શહેરમાં વધુ 6 લલસ્ટર જાહેર કરાયાં છે. આમ કુલ શહેરમાં 34237 ઘરોમાં કુલ 1,44,288 લોકોને હોમકોરન્ટાઇન કરવાનો આદેશ કરાયો છે.