સુરત: સોસાયટીના ગેટ બહાર યુવકની ચપ્પુના ઘા મારી ક્રુર હત્યા કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે એક બાજુ લોકડાઉન ચાલે છે. ત્યારે લોકો પોતાના ઘર રહેવાની જગ્યા પર ઘરની બહાર નીકળતા હોય છે અને સમાન્ય બાબતે થયેલા ઝઘડામાં હત્યા સુધી પહોંચી જતા હોય છે. ત્યારે સુરતમાં આજે લિંબાયત વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે
 
સુરત: સોસાયટીના ગેટ બહાર યુવકની ચપ્પુના ઘા મારી ક્રુર હત્યા કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે એક બાજુ લોકડાઉન ચાલે છે. ત્યારે લોકો પોતાના ઘર રહેવાની જગ્યા પર ઘરની બહાર નીકળતા હોય છે અને સમાન્ય બાબતે થયેલા ઝઘડામાં હત્યા સુધી પહોંચી જતા હોય છે. ત્યારે સુરતમાં આજે લિંબાયત વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે લોકડાઉન વચ્ચે સુરતમાં 9 જેટલી હત્યાની ઘટના સામે આવી છે. શહેરમાં લૉકડાઉનમાં જ 24 કલાકમાં ત્રીજી હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં બુધવારે સાંજે લિંબાયત વિસ્તારમાં આવેલ ગોળાદરા વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા ગુડ્ડુ નામના યુવાન સાથે સોસાયટીના ગેટ બહાર 5 જેટલા ઈસમો સાથે સામાન્ય બાબતે ઝગડો થયો હતો જોકે ઝગડો થતા આવેશમાં આવેલા યુવાનો એ ગુડ્ડુને પોતાની પાસે રહેલ ચપ્પુ ગુડ્ડુને મારી દેતા તેના શરીરે ગંભીર ઇજા થઇ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુવાનને સારવાર મળે તે પહેલાં આ યુવાનું મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનાની જાણકારી મળતા લિંબાયત પોલીસ સાથે ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળ દોડી આવીને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે યુવાનની હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા. જોકે ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટનાને 24 કલાક નથી થયા ત્યારે લિંબાયત વિસ્તારમાં હત્યા ની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જોકે લોકડાઉન વચ્ચે સુરતમાં આ હત્યાની 9 મીઘટના પીલીસના ચોપડે નોંધાય છે