સુરત: બદનક્ષીના કેસમાં હાજરી આપવા ગુજરાત આવશે રાહુલ ગાંધી

અટલ સમાચાર, સુરત કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાહુલ ગાંધીના પ્રવાસને લઈને મંગળવારે સુરતમાં દોડી આવ્યા હતા. અમિત ચાવડાઓ કૉંગ્રેસ પદાધીકારીઓએ સાથે બેઠક કરી હતી. બદનક્ષીના કેસમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી ગુરૂવારે સવારની ફલાઇટમાં સુરત આવશે અને કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હાજરી આપશે. ત્યાર બાદ રાહુલ કૉંગ્રેસના કાર્યકરોને મળીને પરત જવા રવાના થશે. નોંધનીય
 
સુરત: બદનક્ષીના કેસમાં હાજરી આપવા ગુજરાત આવશે રાહુલ ગાંધી

અટલ સમાચાર, સુરત

કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાહુલ ગાંધીના પ્રવાસને લઈને મંગળવારે સુરતમાં દોડી આવ્યા હતા. અમિત ચાવડાઓ કૉંગ્રેસ પદાધીકારીઓએ સાથે બેઠક કરી હતી. બદનક્ષીના કેસમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી ગુરૂવારે સવારની ફલાઇટમાં સુરત આવશે અને કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હાજરી આપશે. ત્યાર બાદ રાહુલ કૉંગ્રેસના કાર્યકરોને મળીને પરત જવા રવાના થશે. નોંધનીય છે કે ગત જુલાઈ મહિનામાં રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં બદનક્ષીના એક કેસમાં હાજર રહ્યા હતા.

સુરત: બદનક્ષીના કેસમાં હાજરી આપવા ગુજરાત આવશે રાહુલ ગાંધી
Advertise

આગામી ગુરૂવારના રોજ રાહુલ ગાંધી સુરત આવવાના હોવાથી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સુરત દોડી આવ્યા હતા. અહીં તેમણે સુરતમાં કાર્યકરો સાથે આખા કાર્યક્રમને લઇને તેમજ રૂટને લઇને બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં રાહુલ ગાંધીએ બેંગલુરુના એક ગામની સભા દરમિયાન ‘બધા મોદી ચોર છે’ તેવા નિવેદન મુદ્દે ફરિયાદ કરી હતી. આ કેસમાં ગુરૂવારે તારીખ હોવાથી રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા માટે સુરત આવશે. સુરત એરપોર્ટ પર કૉંગ્રેસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાર બાદ રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપી કાર્યકરોને મળીને પરત રવાના થશે.

સુરત: બદનક્ષીના કેસમાં હાજરી આપવા ગુજરાત આવશે રાહુલ ગાંધી