આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સુરતમાં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આ વચ્ચે સુરત માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિટ્ચાર્જ આપવામાં આવ્યો છે. છેલ્લા પંદર દિવસથી કોરોના સામે લડાઈ લડી રહેલા યુવાને અંતે માત આપી સાજો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં કોરોના દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આ યુવકને નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે તાળી પાડી વધાવી લીધો હતો. જ્યારે યુવકે પણ હોસ્પિટલના સ્ટાફની કામગીરીના વખાણ કરી બે હાથ જોડી સ્ટાફનો આભાર માન્યો હતો. છેલ્લા પંદર દિવસની લાંબી લડાઈ બાદ યુવકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો.

દર્દી મંગેશે જણાવ્યું હતું કે, પોતાને કોરોના પોઝીટીવ આવ્યો હોવા છતાં તે ગભરાયો ન હતો અને એક સામાન્ય જીવન તે છેલ્લા પંદર દિવસથી હોસ્પિટલમાં પસાર કરી રહ્યો હતો. જે લોકો કોરોનાના નામ માત્રથી ડરી રહ્યા છે તેઓને મારો આ સંદેશ છે કે, તેઓ બિલકુલ પણ ભયભીત ન થાય. હોસ્પિટલના સ્ટાફ તરફથી ખૂબ જ સાથ – સહકાર મળ્યો.

મંગેશ પાંડેસરાના D-Mart મોલમાં કામ કરતા અને ઉધના બમરોલી રોડ સ્થિત હરિધામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મંગેશ વનારેનો 31 મી માર્ચના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા સૂરત નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની મેડિકલ સારવાર હાલ ચાલી રહી હતી. . કોરોના ને માત આપી ઘરે પરત ફરેલા મંગેશનું ઘર નજીક આવેલ સોસાયટીના લોકો દ્વારા પણ ભવ્ય સ્વાગત કર્યું. લોકોએ થાળી-વેલણ વગાડવાની સાથે પુષ્પવર્ષા કરી તેનો હોંસલો અને જુસ્સો વધાર્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code