સુરત: ઇન્ટાગ્રામમાં 6 મહિના વાત કરી કિશોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર,ડેસ્ક સુરત નજીકનાં એક ગામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 10માં ભણતી 14 વર્ષની કિશોરીને ઇન્સ્ટાગ્રામ પર બોટાદનાં તરૂણ સાથે મિત્રતા થઇ હતી. બંન્ને છેલ્લા છ મહિનાથી એકબીજા સાથે ચેટિંગ કર્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગે સગીરાનાં પિતાએ કામરેજ પોલીસમાં તરૂણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબરનાં આધારે
 
સુરત: ઇન્ટાગ્રામમાં 6 મહિના વાત કરી કિશોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ

અટલ સમાચાર,ડેસ્ક

સુરત નજીકનાં એક ગામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 10માં ભણતી 14 વર્ષની કિશોરીને ઇન્સ્ટાગ્રામ પર બોટાદનાં તરૂણ સાથે મિત્રતા થઇ હતી. બંન્ને છેલ્લા છ મહિનાથી એકબીજા સાથે ચેટિંગ કર્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગે સગીરાનાં પિતાએ કામરેજ પોલીસમાં તરૂણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબરનાં આધારે તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મૂળ અમરેલી જિલ્લાનાં પરિવારની 14 વર્ષની દિકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. કિશોરીને મોબાઇલ ફોન ઉપર ઇન્સ્ટાગ્રામ પર બોટાદનાં તરૂણ સાથે મિત્રતા થઈ હતી. બંને 6 મહિનાથી ચેટિંગ કરતા હતા. કિશોરી ચેટિંગમાં તરૂણનાં પ્રેમમાં પડી ગઇ હતી. ગત શનિવારે તરૂણ સાથે વેલંજા ગઈ હતી. કિશોરી રાત્રે વેલંજા ખાતે તરૂણ સાથે રોકાતા તરૂણે શરીર સંબંધ બાંધ્યો હતો. શનિવારે સાંજે 6 વાગ્યા પછી કિશોરી ઘરે ન આવતા માતા પિતાએ શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટના બાદ કિશોરી રવિવારે બપોરના ઘરે આવતા માતા પિતાએ પૂછતાછ કરતા સગીરાએ તેની સાથે બનેલી બધી જ વાત કરી હતી. જે બાદ સગીરાનાં પિતાએ મંગળવારે કામરેજ પોલીસમાં બોટાદનાં કિશોર વિરુદ્ધ મોબાઇલ નંબર આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટાદનો કિશોર વેલંજા ભાઈ-ભાભીને ત્યાં રહીને ફોટોગ્રાફી કરતો હોવાની વિગતો મળી છે. ઇન્સ્ટ્રાગ્રામ પર કિશોરી સાથે ફ્રેન્ડશીપ બાદ સતત 6મહિનાથી સતત એક્ટીવ રહી ચેટિંગ કરતો હતો. પોલીસે આ કિશોરની શોધખોળ હાથ ધરી છે.