સુરત: કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માતમાં શિક્ષિકાના મોતથી ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક સુરતના ડુમસ રોડ પર મોટી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં એક શિક્ષિકાનું મોત નીપજ્યું છે. ગોલ્ડન રંગની ઇનોવા કારનો ચાલક મોપેડ સવાર દંપતીને ઉડાવીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. કારે મોપેડને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવાર જરીવાલા દંપતી પૈકી બે પુત્રીઓની માતા બિન્ટી વિમલ જરીવાલાનું મૃત્યુ થયું છે. જયારે પતિને સારવાર માટે
 
સુરત: કાર અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માતમાં શિક્ષિકાના મોતથી ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક

સુરતના ડુમસ રોડ પર મોટી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં એક શિક્ષિકાનું મોત નીપજ્યું છે. ગોલ્ડન રંગની ઇનોવા કારનો ચાલક મોપેડ સવાર દંપતીને ઉડાવીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. કારે મોપેડને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવાર જરીવાલા દંપતી પૈકી બે પુત્રીઓની માતા બિન્ટી વિમલ જરીવાલાનું મૃત્યુ થયું છે. જયારે પતિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ દંપતી સુરત-ડુમસ રોડ પાસે આવેલા એક મોલમાં ખરીદી માટે જઇ રહ્યાં હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતનાં ડુમસ રોડ પર સાંજ થતાની સાથે વાહનો બેફામ ગતિએ દોડતા જોવા મળે છે ત્યારે અનેકવાર આ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે. ત્યારે ગતરોજ રાત્રીનાં 8.15 વાગ્યાના અરસામાં એરપોર્ટ નજીક સાંઇ બાબામંદિર પાસેથી ગોલ્ડન રંગની ઇનોવા કાર બેફામ આવી રહી હતી. કારનાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દંપતીને અડફેટે લીધા હતા. જેના કારણે વાહન પરથી નીચે પટકાયા હતા. જોકે, આ અકસમાતને કારણે ગાડી પર સવાર દંપતીમાંથી મહિલાને માથામાં ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિક્ષિકાના પતિ વિમલ જરીવાલાને પણ ઇજા થતા નજીકની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી આ મામલે તપાસ શરુ કરી હતી. પોલીસે નજીકમાં રહેલા સીસીટીવીનાં ફૂટેજના આધારે ગાડી ચાલકની શોધખોળ શરુ કરી છે. મહત્વનું છે કે, મૃતક બિન્ટી જરીવાલાને સંતાનમાં બે પુત્રી છે. એક પુત્રી 14 અને બીજી 9 વર્ષની છે. તેમના પતિ ડાઇંગ મીલમાં નોકરી કરે છે. જ્યારે મૃતક મહિલા ટયુશન કરાવતા હોવા સાથે એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા હોવાનું નજીકના મિત્ર વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે.