આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સુરત શહેર પોલીસે એક કિશોરીની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. યુવતીએ પોતાની છેડતી કરનાર અને મારી નાખવાની ધમકી આપનાર એક યુવકને પોલીસના હવાલે કર્યો હતો. છેડતીના બનાવ બાદ યુવતી એકલી જ પોલીસ સ્ટેશન પહોંચી હતી. હાલ બાળકીઓ અને કિશોરીએ સાથે દુષ્કર્મ અને છેડતીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક કિશોરીએ બહાદુરી પૂર્વક યુવકને પોલીસને હવાલે કર્યાના બનાવની ચર્ચા થઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પરિવારની 15 વર્ષની દીકરી કાપોદ્રાની એક સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. આ વિસ્તારમાં રહેતો સંકેત વ્યાસ નામનો દુકાનદાર છેલ્લા ત્રણ મહિનાથી આ કિશોરીને હેરાન કરતો હતો. કિશોરી પોતાના ઘરની અગાશી પર જતી હતી ત્યારે યુવાન બીજાની અગાશી પર જઈને તેની સામે ગંદા ઈશારા કરતો હતો. શરૂઆતમાં કિશોરીએ આ બાબતને ગંભીરતાથી નહીં લઈને પરિવારમાં કોઈ વાત કરી ન
હતી.

છેલ્લા ત્રણ દિવસથી કિશોરી સ્કૂલે જતી હતી ત્યારે યુવકે તેનો પીછો કરવાની શરૂઆત કરી હતી. ગતરોજ યુવાને હદ પાર કરી દીધી હતી અને તે કિશોરીની સ્કૂલે પહોંચી ગયો હતો. યુવકે કિશોરીને રસ્તા વચ્ચે અટકાવીને તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવકે કિશોરીને કહ્યુ હતુ કે, “મારે તારી સાથે લગ્ન કરવા છે. તું મને ખૂબ ગમે છે. જો તું મારી ન થાય તો તને અને તારા પિતાજીને પતાવી દઈશ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code