સુરત: હિંસક બનેલી રેલીમા પોલીસે 6 ઝડપ્યા, 2 કોર્પોરેટર સામે ગુનો દાખલ

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં મોબ લિન્ચિંગનો વિરોધ કરવા માટે શુક્રવારે રેલી યોજાઈ હતી. જો કે રેલીની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થયા બાદ અચાનક ઘર્ષણ શરૂ થઇ ગયું. વિરોધ કરી રહેલા ટોળાએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસે હળવા લાઠીચાર્જની શરૂઆત કરી ત્યારબાદ ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની જરૂર પડી હતી. પોલીસે આ મામલે
 
સુરત: હિંસક બનેલી રેલીમા પોલીસે 6 ઝડપ્યા, 2 કોર્પોરેટર સામે ગુનો દાખલ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં મોબ લિન્ચિંગનો વિરોધ કરવા માટે શુક્રવારે રેલી યોજાઈ હતી. જો કે રેલીની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થયા બાદ અચાનક ઘર્ષણ શરૂ થઇ ગયું. વિરોધ કરી રહેલા ટોળાએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસે હળવા લાઠીચાર્જની શરૂઆત કરી ત્યારબાદ ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની જરૂર પડી હતી. પોલીસે આ મામલે 2 કોર્પોરેટર સહીત 32 જણા સામે ગુનો નોંધ્યો છે જ્યારે 6 વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે આઈપીસીની મુજબ ગુનો નોંધ્યો છે. આ મામલે સાજીદ શાહ, સાહિલ સૈયદ, અસલમ સાયકવાલા, શબ્બીર ચાવાળા, ઇશ્તિયાક પઠાણ, મોહમ્મદ ઇકબાલ ફરામની ધરપકડ કરી 4-5 હજારના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.

સુરત: હિંસક બનેલી રેલીમા પોલીસે 6 ઝડપ્યા, 2 કોર્પોરેટર સામે ગુનો દાખલ

ઉલ્લેખનીય છે કે, સુરતમાં મોબલિન્ચિંગના વિરોધમાં કેટલાક લોકો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ચોકબજારથી થઇને ક્લેક્ટર ઓફિસ સુધી જવાની હતી. જો કે રેલી વિવેકાનંદ સર્કલ પાસે પહોંચી ત્યારે પોલીસ દ્વારા રેલીને અટકાવવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક તોફાની શખ્સો ઉશ્કેરાય ગયા અને પલોસી પર જ પથ્થરમારો શરૂ કરી દીધો. જવાબમાં પોલીસે પણ લાઠીચાર્જ કરવાનું શરૂ કર્યું હતું. તોફાન ટોળા દ્વારા એક બજારને બાનમાં લેવામાં આવી હતી. જેમાં દૂકાનોમાં તોડફોડ અને રસ્તા પર જતી સિટિબસના કાટ તોડવામાં આવ્યા હતા. જો કે પોલીસે ટિયર ગેસના સેલ છોડી ભીડને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.