આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉનના ત્રીજા તબક્કાના પ્રથમ દિવસે જ સુરત સિટીના મજૂરા ગેટ વિસ્તારમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પોલીસ કમિશનરનો કાફલો પણ ફસાઈ ગયો હતો. જેથી ખુદ પોલીસ કમિશનર રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ત્યારબાદ ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 693 પર પહોંચી ગયો છે. સુરત શહેરને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું છે. આજથી લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થયો છે. ત્યારે રેડ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં 28થી વધુ વિસ્તાર ક્લસ્ટર ઝોનમાં આવે છે. જ્યાં સંક્રમણ અટકાવવા લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. સવારના સમયે જ લોકોને આવશ્યક ચીજવસ્તુઓ લેવા જવા દેવામાં આવે છે. જોકે, આજે મજૂરા ગેટ વિસ્તારમાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા.

સુત્રોએ જણાવ્ય હતુ કે, પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટનો કાફલો પણ ફસાઈ ગયો હતો. મજૂરા ગેટ ખાતે પોલીસ દ્વારા તપાસ કરી લોકોને જવા દેવામાં આવી રહ્યા છે. આવશ્યક ચીજવસ્તુઓ માટે જ જવા દેવાની પરમીશન આપવામાં આવી રહી છે. જોકે, આજે મોટી સંખ્યામાં લોકો વાહનો લઈ પહોંચી જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી ખુદ પોલીસ કમિશનરને રોડ પર ઉતરવાની ફરજ પડી હતી. ત્યારબાદ ટ્રાફિક હળવો થયો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code