સુરત: મહિલા સફાઈકર્મીને 9 માસનો ગર્ભ છતાં લૉકડાઉનમાં સેવા શરૂ રાખી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાઇરસને લઇને લોકોને 21 દિવસ લોકડાઉન માં રહેવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે સરકારી નોકરી કરતા તમામ લોકો આ રોગ સામે શહેરને રક્ષણ આપતા હોય છે. આ કામમાં સુરતના મહાનગર પાલિકામાં ફરજ બજાવતી સફાઈ કામદાર મહિલા ગર્ભવતી હોવા છતાં અને ગર્ભાવસ્થાના છેલ્લા દિવસ જતા હોવા છતાંય દરોજ પોતાની ફરજ
 
સુરત: મહિલા સફાઈકર્મીને 9 માસનો ગર્ભ છતાં લૉકડાઉનમાં સેવા શરૂ રાખી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાઇરસને લઇને લોકોને 21 દિવસ લોકડાઉન માં રહેવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે સરકારી નોકરી કરતા તમામ લોકો આ રોગ સામે શહેરને રક્ષણ આપતા હોય છે. આ કામમાં સુરતના મહાનગર પાલિકામાં ફરજ બજાવતી સફાઈ કામદાર મહિલા ગર્ભવતી હોવા છતાં અને ગર્ભાવસ્થાના છેલ્લા દિવસ જતા હોવા છતાંય દરોજ પોતાની ફરજ પર આવીને 5 કલાક સફાઈ કરીને પોતાની રાષ્ટ્ની જવાબદારી સાથે રોગ સામે લાડવા માટે શહેરને સ્વચ્છ રાખે છે અને પોતાની જવાબદારી નિભાવતી જોવા મળી છે ખરેખર આવા લોકોને સલ્યૂટ છે.

કોરોના વાઇરસને લઇને દેશ સાથે દુનિયામાં હાહાકાર મચી ગયો છે ત્યારે સરકાર દ્વારા આ વાઇરસને નાથવા માટે 21દિવસનું લોકડાઉન આપવામાં આવ્યુ છે, ત્યારે આ વાઇરસથી લોકોને સુરક્ષિત રાખવા માટે કેટલા યોદ્ધા મેદાને છે ત્યારે આજે અમે તમને એક એવા યોદ્ધાની મુલાકાત કરવા જય રહ્યા છે . આ યોદ્ધા સુરત મહાનગર પાલિકામાં કામ કરતી મહિલા છે જે દરોજ 5 કલાક કામ કરીને સુરત શહેરને સ્વચ્છ રાખે અને કોરોના દૈત્યને નાથવામાં તેમનું યોગદાન આપી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પણ સૌથી મહત્વની વાત છે આ મહિલા નયનાબેન રમેશભાઈ પરમારને એક 5 વર્ષની દીકરી છે. પતિ સ્કૂલવાન ચલાવી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે. કોરોના વાઇરસ ત્રીજા તબક્કામાં હોવા છતાં બિન્દાસ્ત કામ કરી રહ્યા છે કેમ કે પીએમ મોદી કહે છે કે, એક કદમ સ્વચ્છ ભારત કી ઓર. જેને લઈ ખૂબ જ પ્રેરણા મળી છે. તો પછી સ્વચ્છ સુરત રાખી કોરોના જેવી બીમારીથી લોકોને બચાવવા રોજ 5 કલાક તમામ રોડ સાફ કરવા સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે જોકે આ મહિલા ગર્ભવતી છે અને છેલ્લા દિવસ જતા હોવા છતાંય કામ કરે છે.

9 માસની આ ગર્ભવતી મહિલા ઝોન ઓફીસ બંધ હોવાથી રજા લેવા પણ જવાયું નથી. સાહેબ આવા સમયમાં મારી જાગૃતતા જેટલી મારા ગર્ભ માટે હોવી જોઈએ એટલી જ હાલ આ મહામારી સામે છે એટલે ઘરે રહેવા કરતા કામ પર આવું છું. હું તો ધોરણ 7 પાસ છું પણ મારા શહેરીજનો તો ભણેલા છે. તંત્ર પણ ભણેલા ગણેલા લોકોને વારંવાર વિનંતી કરી રહ્યુ છે કે લોકડાઉનનું પાલન કરો અને કોરોનાને ભગાડો પણ કેટલાક લોકો આ અપીલનો ભંગ કરી રહ્યા છે.