આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સુરતની ભરતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનિએ ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. હજી આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરતની ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં 5માં સેમિસ્ટરમાં અભ્યાસ કરતી ડિમ્પલ કલેશ નામની વિદ્યાર્થિનીએ હોસ્ટેલનાં રૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જેના કારણે આખી હોસ્ટેલ અને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ આપઘાત પાછળનું કારણ હજી સામે આવ્યું નથી.

આ અંતિમ પગલા અંગે મૃતક વિદ્યાર્થિનીનાં પિતા નરેશભાઇ રૂપસિંગભાઇ કલેશ સાથે વાતચીત થઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘તેમને આજે સવારે સડા પાંચથી છ કલાકે હોસ્ટેલનાં મેડમનો ફોન આવ્યો હતો કે તમારી દીકરી બહુ માંદી છે તો તમે અહીં જલ્દી આવી જાવ. અમે ત્યાં પહોંચ્યાં એટલે દીકરીએ આપઘાત કર્યાનાં સમાચાર મળ્યાં. અમારી છેલ્લે તેની સાથે ગુરૂવારે વાત થઇ હતી. આપઘાત કેમ કર્યું છે તેનું કારણ હજી સામે નથી આવ્યું.’

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code