સુરતઃ મોડીરાત્રે સામાન્ય બાબતે બોલાચાલીમાં ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. ચાર ટપોરી યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. જુવાનજોધ દીકરાની હત્યાથી હચમચી ગયેલા પરિવારજનોએ જ્યાં સુધી હત્યારા નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારે તેવી વાત કરી છે. લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરી દિવસેને
 
સુરતઃ મોડીરાત્રે સામાન્ય બાબતે બોલાચાલીમાં ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. ચાર ટપોરી યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. જુવાનજોધ દીકરાની હત્યાથી હચમચી ગયેલા પરિવારજનોએ જ્યાં સુધી હત્યારા નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારે તેવી વાત કરી છે. લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરી દિવસેને દિવસે વધી રહી છે તેવી વાત પણ કહી હતી.

સુરતના લિંબાયત વિસ્તારમાં ધોરણ-12માં ભણતા સાહિલ સૂર્યકાંત જોશી (ઉંમર 18 વર્ષ) નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મોડીરાત્રે વિસ્તારના અસામાજિક તત્વો પથ્થર તથા તીક્ષ્‍ણ હથિયારોના ઘા ઝીંકી વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા. જેને કારણે યુુુુવકનું મોત નિપજ્યું હતું.

સુરતઃ મોડીરાત્રે સામાન્ય બાબતે બોલાચાલીમાં ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા

વિદ્યાર્થીના પરિવારજનોએ કહ્યું કે, અમારો દીકરો મિત્રો સાથે બહાર ગયો હતો. તે સોસાયટીની બહાર પાનના ગલ્લા પર ઉભો હતો, ત્યાં બહારથી કેટલાક યુવકો આવ્યા હતા. કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, અને બાદમાં મારામારી થઈ હતી. યુવકોએ અમારા દીકરાને ઈંટ-પથ્થર વડે માર માર્યો હતો.

જ્યાંં સુધી હત્યારાઓ પકડાય નહિ, ત્યાં સુધી અમે અમારા દીકરાનો મૃતદેહ અહીથી ઉઠીશુ નહિ. અમારી એક જ માંગ છે કે અમારા વિસ્તારમાં ગુંડાગીરી ખતમ થવી જોઈએ અને હત્યારાઓ પકડાવા જોઈએ. તેમની સામે કડકમાં  કડક કાર્યવાહી કરવી જોઈએ.