સુરતઃ મહિલા દર્દીએ કોરોનાને હરાવ્યો, 2 રિપોર્ટ નેગેટીવ આવતા હોમ ક્વૉરન્ટાઇન કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસનો સુરત શહેરમાં પ્રથમ કેસ લંડનથી આવેલી યુવતીનો હતો. આ યુવતીનો પરિવાર આજે ઘણો જ ખુશ છે કારણ કે તેણીનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપી દેવામાં આવી છે. એક તબક્કે આ યુવતીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાના ખોટા મેસેજો પણ ફરતા થયા હતા. યુવતીની માતાએ જણાવ્યું હતું કે, ખુબ અઘરા અને
 
સુરતઃ મહિલા દર્દીએ કોરોનાને હરાવ્યો, 2 રિપોર્ટ નેગેટીવ આવતા હોમ ક્વૉરન્ટાઇન કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસનો સુરત શહેરમાં પ્રથમ કેસ લંડનથી આવેલી યુવતીનો હતો. આ યુવતીનો પ‌રિવાર આજે ઘણો જ ખુશ છે કારણ કે તેણીનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપી દેવામાં આવી છે. એક તબક્કે આ યુવતીનો ‌રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાના ખોટા મેસેજો પણ ફરતા થયા હતા. યુવતીની માતાએ જણાવ્યું હતું કે, ખુબ અઘરા અને કપરા ‌દિવસો કાઢ્યા છે. જોકે યુવતીએ પોતાના ઘરે ક્વૉરન્ટાઇનમાં રહેવું પડશે અને તેનું મોનિટરીંગ આરોગ્ય વિભાગની ટીમ કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં લંડનથી આવેલી અને પાર્લે પોઇન્ટ ‌વિસ્તારની એક 21 વર્ષિય યુવતીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેના માતા-‌પિતા જ સામેથી હો‌સ્પિટલમાં લઇ ગયા હતા. આ યુવતીના સેમ્પલ લઇ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. યુવતી જ્યારે ઇન્ડોર ક્વૉરન્ટાઇનમાં હતી ત્યારે પ‌રિવારજનો સતત ‌ચિંતામાં રહેતા હતા. દર‌મિયાન આજે આ યુવતીનો ટેસ્ટ નેગેટીવ આવતા પ‌રિવારજનોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. યુવતીની માતા સાથે થયેલી વાત-ચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મહાનગર પા‌લિકા અને તબીબોનો ખુબ આભાર માનુ છું. ખુબ અઘરા અને કપરા ‌દિવસો અમે ‌કાઢ્યા છે.

ઉલ્લેખનીય છે કે, યુવતીના અમદાવાદમાં શંકાસ્પદ રીપોર્ટ આવતા તેના સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યા. જયાં યુવતીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને સિવિલમાં સારવાર આપવામાં આવી રહી હતી. 14 દિવસ સુધી યુવતીને સારવાર આપ્યા બાદ તેને ફરી એકવાર કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે નેગેટીવ આવ્યો હતો. તેમ છતાં તેને સારવાર હેઠળ રાખવામાં આવી હતી. પરંતુ ફરી એકવાર તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના રિપોર્ટ ફરી નેગેટીવ આવતા અને યુવતીમાં કોઇપણ લક્ષણો નહિ દેખાતા આખરે તેને રજા આપી દેવામાં આવી છે.