સુરતઃ પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવા ગયેલા યુવકની ક્રુર હત્યા કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક સુરત શહેરનાં ચોક બજાર વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક યુવતીનાં પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવા ગયેલા યુવક પર બે ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરીને હત્યા નિપજવામાં આવી છે. આ અદાવતમાં યુવકને ઘરેથી બોલાવીને બે ઇસમોએ ચપ્પુનાં ઘા ઝીંકીંને હત્યા કરી દીધી છે. આ હત્યામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો
 
સુરતઃ પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવા ગયેલા યુવકની ક્રુર હત્યા કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેરનાં ચોક બજાર વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક યુવતીનાં પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવા ગયેલા યુવક પર બે ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરીને હત્યા નિપજવામાં આવી છે. આ અદાવતમાં યુવકને ઘરેથી બોલાવીને બે ઇસમોએ ચપ્પુનાં ઘા ઝીંકીંને હત્યા કરી દીધી છે. આ હત્યામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મૂળ નાગપુરનો રહેવાસી અને હાલ સુરતનાં ચોક બજારનાં ડભોલી વિસ્તારમાં સરદાર પટેલ સોસાયટીમાં રહેતા રાકેશ નામનો યુવક પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવા ગયો હતો. આ દરમિયાન માથાભરે સંદીપ પીપળીયા અને પાર્થ ઉર્ફે પરિમલે રાકેશને છાતીનાં ભાગે ચપ્પુનાં ધા ઝીંકી ને રહેંસી નાખ્યો હતો. જોકે, ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને હત્યા કરનારાઓ સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મરનાર રાકેશનાં ઘરે બે ઈસમો સૌ પ્રથમ મોકલ્યા હતાં અને યુવતીનાં પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવાનું કહ્યું હતું. જોકે, રાકેશ ઘરેથી સોસાયટીના ગેટ પાસે આવતા માથાભરે ઈસમોએ ચપ્પુનાં ધા મારી ને હત્યા કરી ફરાર થઈ ગયા હતા.